Damanganga Times.

Damanganga Times.

August 26, 2026

ઊંટડી શાંતાબેન વિદ્યાભવનના આચાર્યાઍ વીર રક્ષકો સાથે રક્ષાબંધન ઉજવી

ઊંટડી શાંતાબેન વિદ્યાભવનના આચાર્યાઍ વીર રક્ષકો સાથે રક્ષાબંધન ઉજવી


(દમણગંગા ટાઈમ્સ  પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ ભારત વિકાસ પરિષદ સૂર્યનગરી શાખા દ્વારા કચ્છ-ભૂજ બોર્ડર માં દેશની રક્ષા કરનાર વીર જવાનોને રક્ષાસૂત્ર બાંધી સ્નેહ અને સન્માન અર્પણ કરવા માટેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.  
આ કાર્યક્રમમાં વલસાડના ઊંટડી ગામની હરિનંદન સ્મૃતિ પ્રાથમિક શાળાના આચાર્યા  ભાવનાબેન મિસ્ત્રી જોડાયા હતાં. સૌ પ્રથમ વીરોને રાખડી બાંધીને મીઠું મોં કરાવ્યું હતું. ભાવનાબેને સ્વરચિત કવિતાઓનું ગાન કર્યું હતું. તેમની કવિતાથી હોલ ગૂંજી ઉઠ્યો હતો. બહેનોઍ દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં સુરતથી પ્રમુખ રંજનબેન પટેલ, મહિલા સંયોજિકા રીટાબેન ફૂલવાલા, મહિલા સમન્વય સહસંયોજિકા સુરત મહાનગર જયનાબેન દેસાઈ વગેરે જોડાયા હતાં.