કોîગ્રેસ ૨૦૨૭ની ચૂંટણીમાં ઞ્ફૂઁ ક્ષ્ અગ્રતા આપશે
- byDamanganga Times
- 24 August, 2026
વલસાડ, તા.૨૩ ઃ દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે યોજાયેલા બે દિવસીય મંથન બાદ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીઍ વલસાડમાં ઍક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને નવી પેઢી (ઞ્ફૂઁ ક્ષ્) અને યુવાનોને સંગઠનમાં મોખરાનું સ્થાન આપવામાં આવશે.
દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે થયેલી વિસ્તૃત ચર્ચા બાદ પક્ષમાં યુવા ચહેરાઓને મોટી જવાબદારીઓ સોંપવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત કોંગ્રેસ હવે સંગઠન અને નેતૃત્વ સ્તરે યુવા પેઢીને સક્રિય રીતે જોડવા માટે ઍક્શન મોડમાં આવી ગઈ છે. આગામી દિવસોમાં પક્ષમાં નવી પેઢીના વિચારો અને ઉત્સાહને આગળ રાખીને નવી રણનીતિ અમલમાં મૂકવામાં આવશે.? તુષાર ચૌધરીઍ દાવો કર્યો હતો કે પક્ષ યુવાનોની શક્તિ અને આધુનિક વિચારસરણી સાથે આગળ વધવા કટિબદ્ધ છે, જેની અસર આગામી દિવસોમાં રાજ્યના રાજકારણમાં સ્પષ્ટપણે જોવા મળશે.
