Damanganga Times.

Damanganga Times.

August 24, 2026

ઉમરગામમાં દુષ્કર્મ કરી બિભત્સ ફોટો વાયરલ કરનાર યુવકની ધરપકડ

ઉમરગામમાં દુષ્કર્મ કરી બિભત્સ ફોટો વાયરલ કરનાર યુવકની ધરપકડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૩ ઃ વલસાડ જિલ્લામાં શરીર સંબંધી, મિલકત સંબંધી અને સાયબર ક્રાઇમના ગુનાઓ અટકાવવા વલસાડ લ્ભ્ યુવરાજસિંહ જાડેજા અને વાપી ઝ઼ક્કલ્ભ્ બી.ઍન. દવેના માર્ગદર્શન હેઠળ ઉમરગામ પોલીસે દુષ્કર્મ બાદ બદનામ કરનાર ઍક ઇસમની ધરપકડ કરી છે.
ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી યુવતી સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરી, બિભત્સ ફોટાઓ મોબાઇલમાં પાડી ફેસબુક પર ફરિયાદીના પિતા અને સગા સંબંધીઓના મોબાઇલ પર વાયરલ કરવાની ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે ઉમરગામ પો.સ્ટે. ખ્ પાર્ટની વિવિધ કલમો હેઠળ  તા.૨૦/૦૮/૨૦૨૬ના રોજ ગુનો દાખલ કરાયો હતો.
આ ગુનામાં સંડોવાયેલ આરોપી સોનુકુમાર ધુરન ઉત્તીમલાલ સાહ ઉ.વ.૧૯ હાલ રહે. સેકન્ડ ક્રોસ કડીપ્પા રોડ, રાજેશકુમાર પાસવાનના ભાડાના મકાનમાં બેગ્લોર (કર્ણાટક), મૂળ રહે. ગામ નવટોલી હનુમાન ચોક વોર્ડ નં.૧૩ પોસ્ટ ધકજરી, થાણા અરેર, તા.બેનીપટ્ટી જી.મધુબની (બિહાર) ને શોધી કાઢી ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજુ કરી પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવ્યા છે. વધુ તપાસ ભ્ત્ ઍચ.ડી. તુવર ચલાવી રહ્ના છે.