સંજાણમાં ફલેટનું તાળું તોડી ઘરફોડ કરનાર રીઢો ચોર ઝડપાયો
- byDamanganga Times
- 24 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૩ ઃ વલસાડ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા તથા ઝ઼ક્કલ્ભ્ બી.ઍન. દવેની સુચનાથી ઉમરગામ પોલીસે ચોરીના ગુનાનો રીઢો આરોપી ઝડપી પાડ્યો છે.
સંજાણ રેલ્વે ફાટક બહાર, બુનાટપાડા ફળીયામાં આવેલા શુભમ ઍપાર્ટમેન્ટમાં ઍક ઈસમ રાત્રિના સમયે ફલેટના દરવાજાનું લોક તોડી પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી કરી નાસી ગયો હતો. આ અંગે ઉમરગામ પોલીસે ગુનો નોંધાયો હતો.
ભ્ત્ ઍચ.ડી. તુવરના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ ઍનાલીસીસ અને હ્નામન સોર્સ આધારે તપાસ કરતા આરોપી ધોની ઉર્ફે પાજી બચ્ચનસિંગ હરજીતસિંગ સોઢી ઉ.વ.૨૫ રહે. બોઈસર, અવધનગર રોડ, આઝાદ નગર, શિવમંદિર ચાલીમાં, બોઈસર વેસ્ટ, તા.જી.પાલઘર (મહારાષ્ટ્ર)ને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી ઍકલો ટ્રેનમાં બેસી આવી રેલ્વે સ્ટેશન નજીકના ઍપાર્ટમેન્ટ / દુકાનની રેકી કરી નજીકમાં પડેલ મોપેડ/મોટર સાયકલના મિરર વડે બંધ ઍપાર્ટમેન્ટનું તાળું તોડી ઘરફોડ કરવાની ટેવ વાળો છે. તેની પાસેથી પોલીસે મોબાઈલ કિ.રૂ.૩૫૦૦૦/- ૨) ચોરી કરવા ઉપયોગમાં લીધેલ સાધનો કબજે કર્યા છે.
