ચાંદવેગણમાં પરિણીતાઍ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
- byDamanganga Times
- 24 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૨૩ ઃ કપરાડા તાલુકાના ચાંદવેગણ ગામના પાથરપાડા ફળિયામાં ૨૪ વર્ષીય પરિણીતાઍ પોતાના સસરાના ઝૂંપડામાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. બનાવ અંગે કપરાડા પોલીસ મથકે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
પ્રા માહિતી અનુસાર ચાંદવેગણના પાથરપાડા ફળિયામાં રહેતા કલ્પેશભાઈ કાસુભાઈ વળવીની પત્ની જીગીષાબેન વળવી ઉં.વ. ૨૪ આજરોજ સવારે આશરે ૧૦ઃ૩૦થી ૧૧ઃ૩૦ વાગ્યાની વચ્ચે સસરાના ઝૂંપડામાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, જીગીષાબેન બીમારીના કારણે માનસિક રીતે પીડાતા હોવાનું જણાવાયું છે. આ પરિસ્થિતિથી કંટાળી તેમણે અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી પ્રા થવા પામી છે. ઘટના અંગે તપાસની કામગીરી હરેશભાઈ મંગાભાઈ અને ગૌતમભાઈ કાળુભાઈ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
