Damanganga Times.

Damanganga Times.

August 24, 2026

ડુંગરા પોલીસનો વોન્ટેડ આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો

ડુંગરા પોલીસનો વોન્ટેડ આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૩ ઃ વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઍનડીપીઍસના ગુનામાં વોન્ટેડ આરોપીને ઍસઓજી પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે.
ઍસઓજી પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પોસઇ વાય.પી. હડીયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન ઍઍસઆઇ અશોકકુમાર રમાશંકર તથા અહેકો મોહંમદસફી સુલેમાનભાઇને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઍન.ડી.પી.ઍસ ઍક્ટ હેઠળ ગુનાનો વોન્ટેડ આરોપી પંકજ યુવરાજ કોલી ઉ.વ. ૨૮ રહે. ગામ તળ ફળીયા મોટાપોંઢા, તા.કપરાડા, જી.વલસાડ મૂળ રહે. ગામ અંતુરલી, પોસ્ટ વરૂલ, તાલુકા થાના શિરપુર, જી.ધુલે, મહારાષ્ટ્ર નાને ધુલે, મહારાષ્ટ્રથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી પંકજ યુવરાજ કોલી ઉ.વ.૨૮ને ઝડપી પાડવા ભ્ત્ ડી.ડી. પરમાર (કેમ્પ વાપી)ના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી.