Damanganga Times.

Damanganga Times.

August 24, 2026

ધરમપુરની સ્વર્ગવાહિની નદીના પુલ પર લારી-ગલ્લાનો જમાવડો

ધરમપુરની સ્વર્ગવાહિની નદીના પુલ પર લારી-ગલ્લાનો જમાવડો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૨૩ ઃ ધરમપુર શહેરના મુખ્ય વિસ્તાર ગણાતાં સમડીચોક અને હાથીખાના વચ્ચે આવેલી સ્વર્ગવાહિની નદીના નવનિર્મિત પુલની ઍક સાઈડ પર લારી-ગલ્લાવાળાઓ દ્વારા જાહેર માર્ગને અડીને બેરોકટોક વ્યવસાય કરવામાં આવી રહ્ના છે. શહેરના મધ્યભાગમાં આવેલા આ પુલ પરથી ૨૪ કલાક નાના-મોટા વાહનોની અવરજવર રહે છે, તેમ છતાં પુલની ઍક તરફ અસંખ્ય લારી-ગલ્લાઓ ગોઠવાઈ જતાં માર્ગની પહોળાઈ ઘટી રહી છે અને વાહનચાલકોને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે.
 આ બાબતે થોડા દિવસ અગાઉ ધરમપુર નગરપાલિકા તંત્ર દ્વારા નગરપાલિકાના સમાવિષ્ટ વિસ્તારમા જાહેર માર્ગ પર દબાણ દૂર કરવા લારી ધારી ગલ્લા વાળા કે દુકાનની આગળ તંબુ બાંધનારાઓને સૂચના આપવામાં આવી હતી. જોકે, પાલિકાની સૂચના બાદ પણ સ્થિતિમાં ખાસ કોઈ ફેરફાર જોવા ન મળતા  હાલ પણ સ્વર્ગવાહિની નદીના પુલની ઍક સાઈડ પર લારી-ગલ્લાઓ જાહેર માર્ગને અડીને ધમધમી રહ્ના છે. જેના કારણે ખાસ કરીને વાહનોની અવરજવર વધુ હોય તેવા સમયે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને સામેથી આવતા વાહનચાલકો વાહન પસાર કરતી વખતે મૂંઝવણ અનુભવતા હોય છે.
 સ્વર્ગવાહિની નદીનો પુલ ધરમપુર શહેરના મહત્વના માર્ગ પર આવેલો હોવાથી અહીં સતત વાહનવ્યવહાર રહે છે. આવી સ્થિતિમાં જાહેર માર્ગને અડીને લારી-ગલ્લાઓ ગોઠવાતા રસ્તો સાંકડો બની રહ્ના છે અને ટ્રાફિક વ્યવસ્થા ઉપર તેની સીધી અસર પડી રહી છે. ત્યારે માત્ર સૂચના આપવાથી દબાણ દૂર નહીં થાય તો કડક કાર્યવાહી જરૂરી બની છે.
હવે સવાલ ઍ છે કે ધરમપુર મામલતદાર વિભાગ, પોલીસ તંત્ર, નગરપાલિકા અને ભ્ષ્ઝ઼ વિભાગ દ્વારા સંકલન કરીને સ્વર્ગવાહિની નદીના પુલ ઉપર જાહેર માર્ગને અડીને ગોઠવાયેલા લારી-ગલ્લાઓને હટાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી આ સમસ્યા યથાવત્ રહેશે? ધરમપુરના નાગરિકો અને વાહનચાલકોની સુવિધા તથા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રશાસન દ્વારા વહેલી તકે સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હવે જોવાનું ઍ રહ્નાં કે પ્રશાસન આ મામલે લાલ આંખ કરીને જાહેર માર્ગ ખુલ્લો કરાવશે કે પછી ‘જૈસે થે’ જેવી સ્થિતિ યથાવત્ રહેશે?