Damanganga Times.

Damanganga Times.

August 24, 2026

બામટીમાં સ્પર્ધાત્મક પરીક્ષાના મફત તાલીમ વર્ગો શરૂ કરાયા

બામટીમાં સ્પર્ધાત્મક પરીક્ષાના મફત તાલીમ વર્ગો શરૂ કરાયા


 (દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૩ ઃ બામટી ગ્રામ પંચાયત હોલ ખાતે આદિવાસી ઘોડિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, ધરમપુર દ્વારા ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે મફત તાલીમ વર્ગોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તા. ૨૨ ઓગસ્ટે યોજાયેલા ઉદ્ઘાટન કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ નારણભાઈ પાનેરિયાઍ રિબિન કાપી તાલીમ વર્ગનો પ્રારંભ કરાવ્યો હતો.
મફત તાલીમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે શહેરમાં જવાની જરૂર ન પડે અને પોતાના વિસ્તાર નજીક જ ગુણવત્તાયુક્ત માર્ગદર્શન મળી રહે તે છે. તાલીમમાં ઞ્ભ્લ્ઘ્, ઞ્લ્લ્લ્ગ્, લ્લ્ઘ્, રેલવે સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ વર્ગ-૩ની ભરતી માટે પરીક્ષાલક્ષી તૈયારી કરાવવામાં આવશે.
ઉદ્ઘાટનના પ્રથમ દિવસે જ ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેતા તાલીમ વર્ગને સારો પ્રતિસાદ મળ્યો હતો. વિદ્યાર્થીઓને અભ્યાસનું આયોજન, પ્રશ્નપત્રની સમજ, પરીક્ષાની પદ્ધતિ અને જરૂરી વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ફેકલ્ટી તરીકે નિતુલ લાઠી વિદ્યાર્થીઓને તાલીમ આપશે.
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ પાનેરિયાઍ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં પ્રતિભા અને સરકારી નોકરી મેળવવાની ઈચ્છા હોવા છતાં યોગ્ય માર્ગદર્શનના અભાવે તેઓ પાછળ રહી જાય છે. આવા વિદ્યાર્થીઓને મફતમાં માર્ગદર્શન મળી રહે તે માટે ટ્રસ્ટ દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે.
કાર્યક્રમમાં ટ્રસ્ટના હોદ્દેદારો આશાબેન મનિષભાઈ પટેલ, અશ્વિનભાઈ નીછાભાઈ પટેલ, મહામંત્રી ઉત્તમભાઈ નટુભાઈ ગરાસિયા, સહમંત્રી ઉમેરાભાઈ હાદાદુરભાઈ, કમલેશભાઈ બાદુરભાઈ પટેલ તેમજ નગરપાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતાં.
બામટી ઉપરાંત આસપાસના ગામોના વિદ્યાર્થીઓને પણ આ મફત તાલીમનો લાભ મળશે. પ્રથમ દિવસે મળેલા સારા પ્રતિસાદને પગલે આગામી સમયમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવાની શક્યતા છે. ટ્રસ્ટ દ્વારા શિક્ષિત યુવા, સશક્ત સમાજ અને ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.