સુથારપાડા આશ્રમશાળામાં સુવિધાનો અભાવ
- byDamanganga Times
- 24 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા.૨૩ ઃ આદિજાતિ વિભાગ ગાંધીનગર સંચાલિત ટ્રસ્ટ દ્વારા ચાલતી કપરાડા તાલુકાના સુથારપાડા આશ્રમશાળામાં મકાન, રસોડા, ટોયલેટ ઉપરાંતની અન્ય સુવિધાનો અભાવ હોવાની કપરાડા વિધાનસભાના આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી રાજેશભાઈ રાઉતની ઓચિંતી મુલાકાતમાં સામે આવ્યું હોવાની બૂમરાણો ઉઠી રહી છે.
પ્રાપ્ય વિગત મુજબ રાજ્ય સરકારનું આદિજાતિ વિભાગ ગાંધીનગર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી બાળકોને આશ્રમશાળામાં જ રહી ને શિક્ષણ મેળવવાની અનેકવિધ સુવિધાઓ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આશ્રમશાળામાં ગત બજેટમાં નિભાવ ગ્રાન્ટમાં પણ સરકારે વધારો કર્યો છે. ત્યારે ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશ્રમશાળાઓમાં આજે પણ અનેક સુવિધાઓથી આદિવાસી બાળકો વંચિત રહે છે. ઍ ઍક ચિંતાનો વિષય બન્યો છે. જેનું ઍક જીવંત ઉદાહરણરૂપ ગત રોજ કપરાડા તાલુકાના સુથાર પાડા સ્થિત ચાલતી આશ્રમશાળાની ઍક શિક્ષિત અને જાગૃત નાગરિક અને કપરાડા વિધાનસભાના આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી રાજેશ રાઉતની આશ્રમની મુલાકાત દરમિયાન આશ્રમશાળામાં અનેક પ્રકારની સુવિધાનો અભાવ હોવાનું બહાર આવ્યું હોવાની બૂમરાણો ઉઠી રહી છે. જેમાં મકાન માટે સરકાર લાખો રૂપિયા મંજૂર કરે છે. છતાં નવું મકાન પૂર્ણ કરવા માં આવ્યું નથી. બાળકો માટે કાર્યરત નથી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત આજની ૨૧મી સદીમાં પણ લાકડા સળગાવી ચુલા પર રસોડું બનતું હોવાને લઈ રસોડામાં સ્વચ્છતાનો અભાવ હોવાનું સાથે ટોયલેટમાં તૂટેલા દરવાજાઓ જેવી અનેક સુવિધાનો અભાવ હોવાનું બહાર આવ્યું હોવાની ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે પ્રશ્નો ઍ થાય છે કે રાજ્ય સરકારનું આદિજાતિ વિભાગ આશ્રમશાળા માટે વિવિધ પ્રકારની ગ્રાન્ટ આપે છે. જે ખરા અર્થમાં બાળકોને લાભ મળે છે કે નહી જે અંગે જે તે જિલ્લાના આશ્રમશાળા અધિકારીઓની દેખરેખ હેઠળ થતું હોય છે. ત્યારે આવા પ્રકારની સુવિધા વિનાની આશ્રમશાળાઓની મુલાકાતે જિલ્લા આશ્રમશાળાના સંબધિત અધિકારીઓ મુલાકાત લેતા નથી ? કે પછી બધી હકીકત જાણતા હોવા છતાં અજાણ હોવાનો ઢોંગ કરે છે.
જેવા અનેક પ્રશ્નો લોકો ઉઠાવી રહ્ના છે. કપરાડા તાલુકા માં ચાલતી આશ્રમશાળાઓ આ વિસ્તાર ગરીબ આદિવાસી પરિવારના બાળકોને શિક્ષણ માટે આશીર્વાદ સમાન ગણાવી શકાય છે. આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને આશ્રમશાળામાં જ રહી વિનામૂલ્યે શિક્ષણ મળી રહે તેવો સરકારના હેતુ રહ્ના છે. ત્યારે ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશ્રમશાળાઓમાં સરકાર દ્વારા મળતી ગ્રાન્ટ પ્રમાણે સુવિધા મળે છે કે કેમ જે અંગે જિલ્લાનું સંબધિત તંત્ર સક્રિય થાય તે જરૂરી હોવાની લોકોમાં માંગ ઉઠી રહી છે. સુથારપાડા ખાતે ચાલતી આશ્રમશાળામાં અનેક પ્રકારની સુવિધાનો અભાવ વચ્ચે અભ્યાસ કરી રહેલા આદિવાસી બાળકો માટે જિલ્લાનું સંબધિત વહીવટ તંત્ર સક્રિયતા દાખવશે ખરું ? કે પછી પહેલાની જેમ જ સમસ્યા યથાવત રહશે જે જોવા જ રહ્નાં પરંતુ જો તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં ન લેવામાં આવે તો આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાની તૈયારી બતાવાઈ રહી હોવાનું જાણવા મળે છે.
