વાપી સ્ટેશનનું ઍક્સીલેટર અચાનક રિવર્સ થતાં મુસાફરોમાં ગભરાહટ
- byDamanganga Times
- 24 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૩ ઃ દમણ ફેસ્ટિવલમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવા માટે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે તેજસ ઍક્સપ્રેસ ટ્રેન મારફતે અમદાવાદથી વાપી પહોંચ્યા હતા. વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૨ પર ઉતર્યા બાદ તેઓ ઍક્સીલેટર મારફતે પ્લેટફોર્મ નંબર-૧ તરફ જઈ દમણ જવા માટે રવાના થયા હતા. દરમિયાન રાજ્યપાલની પાછળ તેમનો સ્ટાફ, પોલીસ વિભાગના કર્મચારીઓ તેમજ કેટલાક અગ્રણીઓ ઍક્સીલેટર પરથી પસાર થઈ રહ્ના હતા. આ સમયે ઍક્સીલેટર પર મુસાફરોની સંખ્યા વધી જતાં અચાનક ઍક્સીલેટર રિટર્ન થઈ પાછળની દિશામાં આવવા લાગ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાને પગલે ઍક્સીલેટર પર હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ ન હતી અને મોટી દુર્ઘટના થતા અટકી હતી. ઘટનાના પગલે રેલવે સ્ટેશન પર હાજર અન્ય મુસાફરોમાં પણ ભારે ગભરાટ અને ફફડાટ જોવા મળ્યો હતો. વીઆઈપી મૂવમેન્ટ દરમિયાન જ બનેલી આ ઘટનાને પગલે રેલવે સ્ટેશનના ઍક્સીલેટરની સુરક્ષા અને જાળવણી અંગે પણ સવાલો ઉઠ્યા છે.
