કચીગામ ઝરી પુલ પાસે નવજાત શિશુનો મૃતદેહ મળતાં ચકચાર
- byDamanganga Times
- 24 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૩ ઃ દમણના કચીગામમાં ઝરી પુલ પાસે ઍક નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક રહેવાસીઓઍ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક નવજાત શિશુ આશરે ઍક થી બે દિવસનું હોવાનો અંદાજ છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ અને ઉંમર તબીબી તપાસ અને રિપોર્ટ પછી જ જાણી શકાશે. માહિતી મળતાં જ, પોલીસ ટીમ, ફાયર બ્રિગેડ ટીમ અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ટીમોઍ ઘટનાસ્થળે જરૂરી કાર્યવાહી કરી, નવજાત શિશુના મૃતદેહનો કબજો લીધો અને આગળની કાર્યવાહી શરૂ કરી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે અને નવજાત શિશુના મૃતદેહના પરિવહન અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. તપાસ અને તબીબી અહેવાલો આવ્યા પછી કેસની વધુ વિગતો સ્પષ્ટ થશે.
