Damanganga Times.

Damanganga Times.

August 24, 2026

દમણમાં રાજયપાલ આનંદીબેન પટેલનું પ્રશાસક દ્વારા સ્વાગત કરાયું

દમણમાં રાજયપાલ આનંદીબેન પટેલનું પ્રશાસક દ્વારા સ્વાગત કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૩ ઃ પ્રવાસન વિભાગ ૨૨ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન  કરવામાં આવ્યું છે. જેમાં આ ફેસ્ટિવલ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમોની શરુઆત થઈ ચૂકી છે.
 કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલે મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૬ના ભાગ રૂપે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ માટે દમણ પહોંચ્યા ત્યારે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનું ઉષ્માભર્યું અને ગૌરવપૂર્ણ સ્વાગત કર્યું. પ્રશાસકે તેમનું ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કર્યું અને સ્મૃતિચિહ્નથી સન્માન કર્યું. રાજ્યપાલની હાજરીઍ કાર્યક્રમમાં ઉત્સાહ અને ગૌરવ ઉમેર્યું હતું. તા. ૨૨ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ રાજ્યના સાંસ્કૃતિક વારસા, લોક કલા, સંગીત અને પર્યટનને પ્રોત્સાહન આપે છે.
આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ આજરોજ ૨૩ ઓગસ્ટના રોજ યોજાનાર સાંસ્કૃતિક પરેડ હશે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે, તેમની સાથે કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ પણ હાજર રહેશે.
દમણના વિવિધ સમુદાયોના લોકો તેમના પરંપરાગત પોશાકમાં સાંસ્કૃતિક પરેડમાં ભાગ લેશે. પરેડ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને રંગબેરંગી કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે. પરેડ સાંજે ૬ વાગ્યે નમો પથ પર પ્રિન્સેસ પાર્કથી શરૂ થશે અને ચપલી શેરી સુધી ચાલુ રહેશે. મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત, ૨૯ ઓગસ્ટના રોજ મોટી દમણ લાઇટ હાઉસ ખાતે ઍક મ્યુઝિકલ લાઇવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવશે, જેમાં જાણીતા ગાયકો પોતાનું પર્ફોર્મન્સ આપશે. ૩૦ ઓગસ્ટના રોજ નાઈટ માર્કેટમાં લાઈવ બેન્ડ અને વિવિધ પ્રદર્શન, નૃત્ય અને જાદુઈ શો યોજાશે. મોનસૂન ફેસ્ટિવલ દમણમાં પર્યટનને પ્રોત્સાહન આપશે અને સ્થાનિક સંસ્કૃતિ અને કલા માટે ઍક પ્લેટફોર્મ પૂરું પાડશે.