Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

છીપવાડ ગરનાળામાં બિસ્માર રસ્તાથી વાહન ચાલકો પરેશાન

છીપવાડ ગરનાળામાં બિસ્માર રસ્તાથી વાહન ચાલકો પરેશાન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૦ ઃ વલસાડ શહેરના  છીપવાડ રેલવે ગરનાળાને દીવાલના સમારકામ અર્થે આગામી ૧૫ દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે. જોકે, તંત્ર દ્વારા માત્ર દીવાલનું જ સમારકામ હાથ ધરાઈ રહ્નાં હોવાથી  વાહન ચાલકો, સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગરનાળાનો રસ્તો લાંબા સમયથી અત્યંત બિસ્માર અને ખાડા-ટેકરાવાળો હોવા છતાં તેનું નવીનીકરણ ન થતાં લોકોમાં રોષ ફેલાયો છે. વલસાડ શહેરના છીપવાડ રેલવે ગરનાળા માંથી ૨૦ થી વધુ ગામોના લોકોની રાત દિવસ મોટા પ્રમાણમાં થતી હોય છે. ૨૩ જુલાઈના રોજ વલસાડમાં આવેલા પૂરના કારણે ગરનાળામાં નો રસ્તો ખરાબ થઈ ગયો હતો. તો બાજુની સ્ટેટ હાઇવે ની સત્તાની દીવાલ તૂટી પડી હતી. જેના કારણે માર્ગ મકાન વિભાગ દ્વારા ૧૫ દિવસ સુધી ઍ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. વાહન ચાલકો અને લોકોને ઍવું લાગતું હતું કે અંદર તેઓ બ્લોક અને ડામર રસ્તો બનાવવાની કામગીરી થતી હોય તેથી લોકોને રાહત મળશે ઍવી આશા હતી પરંતુ માત્ર ઍ લોકો સ્ટેટ હાઇવે ના સાઈડની દિવાલ પથ્થરાને માટી ખસેડવામાં આવી હતી કે બાદ હાલમાં જ ફરીવાર છીપવાડ રેલવે ગરનાળ રેલવે દ્વારા રીપેરીંગ કામ હોવાના કારણે ૧૫ દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું. ગરનાળામાં  રીપેરીંગ થઈ ગયું હોય તે રીતે ૧૮મી ના રોજ ફરીવાર ખુલ્લું કરી દેવામાં  આવ્યું હતું . ૨૦ થી વધુ લોકોને ગામોના લોકોને વાહનચાલકોને નાળામાં રસ્તાનું રીપેરીંગ કામ થયું હોય તેવું લાગતું હતું. જોકે રસ્તા ખુલ્યા બાદ તેની તે જ પરિસ્થિતિ જોવા મળતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો નાડાની અંદર ઍટલી હદે ખારા ટેકરા, વરસાદી પાણી નો ભરાવો થતા   વહનચાલકો તો ઠીક પરંતુ રસ્તે ચાલનાર રાહદારીઍ પણ પોતાનો રસ્તો અંદર શોધવો પડતો હતો. જે અંગે વલસાડ ના સ્થાનિક અગ્રણી અને વેપારી દિનેશ ભાનુશાલીઍ જણાવ્યું હતું કે, ૧૫ દિવસ સુધી ગરનાળું બંધ રાખવામાં આવ્યું છે ત્યારે દીવાલની સાથોસાથ જો રસ્તાનું પણ સંપૂર્ણ ડામર કરણ કે સમારકામ કરી દેવાય, તો વલસાડ શહેર સહિત છેક ખેરગામ સુધી અવરજવર કરતી હજારો જનતાને કાયમી ધોરણે મોટી રાહત મળી શકે તેમ છે. વલસાડ શહેરીજનો અને આજુબાજુ વિસ્તારના લોકોની માર્ગ મકાન વિભાગ દ્વારા   પરિસ્થિતિની ગંભીરતા સમજી છીપવાડ ગરનાળાના રસ્તાનું તાત્કાલિક સમારકામ પૂર્ણ કરવામાં આવે તેમજ વૈકલ્પિક માર્ગોના ખાડા તાબડતોબ પૂરીને વલસાડની જનતાને ટ્રાફિક અને અકસ્માતની હાલાકીમાંથી મુક્તિ અપાવવામાં આવે ઍવી માંગણી થઈ રહી છે.