Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

ફણસામાં તડકેશ્વર મહાદેવ મંદિરે ૧૨ જ્યોર્તિલિંગની સ્થાપના કરાઈ

ફણસામાં તડકેશ્વર મહાદેવ મંદિરે ૧૨ જ્યોર્તિલિંગની સ્થાપના કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૦ ઃ ઉમરગામ તાલુકાના ફણસા ગામે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા તા. ૧૬ ઓગસ્ટે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રુદ્રાભિષેક, મહાઆરતી અને ધ્વજવિધિ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મહિલા મંડળ દ્વારા સ્વહસ્તે તૈયાર કરવામાં આવેલા ૧૨ જ્યોર્તિલિંગ રહ્ના હતા. શ્રદ્ધાળુઓઍ જ્યોર્તિલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે ભગવાન મહાદેવનો વિશેષ શણગાર કરવામાં આવે છે.
આ ધાર્મિક પ્રસંગે અંદાજે ૧,૫૦૦ જેટલા ભક્તોઍ દર્શનનો લાભ લીધો હતો. મહિલા મંડળ તેમજ સેવાભાવી કાર્યકર્તાઓની મહેનતથી સમગ્ર કાર્યક્રમ ભક્તિમય માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.