Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

ભિલાડમાં વિદ્યાર્થીઓને નોટબુક-પેન્સિલનું વિતરણ કરાયું

ભિલાડમાં વિદ્યાર્થીઓને નોટબુક-પેન્સિલનું વિતરણ કરાયું


ઉમરગામ, તા.૨૦ ઃ વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત વિભાગના વિશેષ માર્ગદર્શન હેઠળ અને વલસાડ જિલ્લા આયોજન અંતર્ગત ભિલાડની મુખ્ય પ્રાથમિક શાળામાં શરૂ થયેલી ત્રિમાસિક પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને નોટબુક અને પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ વિભાગના વિશેષ સંપર્ક પ્રમુખ પિયુષભાઈ શાહ, નવનિયુક્ત જિલ્લા મંત્રી અંકિતભાઈ શાહ, તાલુકા સહમંત્રી હિતેશભાઈ પુનમિયા તથા ગૌતમભાઈ ઉપસ્થિત રહ્ના હતા. શાળાના આચાર્ય ભરતભાઈ તથા શિક્ષકોની હાજરીમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી નોટબુક-પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રોત્સાહન મળે અને તેઓ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રા કરે તેવા શુભેચ્છા સંદેશ સાથે આ સેવાકીય પ્રવૃત્તિ યોજાઈ હતી.