Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

ઉમરગામમાં સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની કળશ યાત્રા યોજાઈ

ઉમરગામમાં સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની કળશ યાત્રા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૦ ઃ ઉમરગામ શહેર ખાતે મહામંત્રી વિશ્વકર્મા ટંડેલની અધ્યક્ષતામાં સંત શિરોમણી રવિદાસ મહારાજની પવિત્ર કળશ યાત્રા વોર્ડ નં. ૧ અને ૨માં ભવ્ય રીતે યોજાઈ હતી. કળશ યાત્રામાં સહ-ઇન્ચાર્જ  રાકેશભાઈ પટેલ,  સુરેશભાઈ યાદવ,  હિતેશભાઈ યાદવ અને  રોકીભાઈ માછી સહિત નગરપાલિકા પ્રમુખ  ખુશ્બુબેન જાદવ, કારોબારી અધ્યક્ષ ગૌરવભાઈ કોન્ટ્રાક્ટર, નગરપાલિકાના હોદ્દેદારો તથા કોર્પોરેટરો, જિલ્લા અને શહેર સંગઠનના હોદ્દેદારો, સિનિયર કાર્યકર્તાઓ, મોરચાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્ના હતા.
ઉપસ્થિત સૌઍ કળશનું પૂજન કરી સંત શિરોમણી રવિદાસ મહારાજ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શ્રીમતી જશુમતિબેન દાન્ડેકરે ભાવસભર વ્યક્તવ્ય આપતાં ઉપસ્થિત સૌને ભક્તિ અને શ્રદ્ધાના ભાવથી ભાવવિભોર કર્યા હતા. કળશ યાત્રા દરમિયાન સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને મોટી સંખ્યામાં નગરજનોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.