Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

બીલીમોરા સોમનાથ મેળામાં ખાદ્ય સુરક્ષા વિભાગની તપાસ

બીલીમોરા સોમનાથ મેળામાં ખાદ્ય સુરક્ષા વિભાગની તપાસ


બીલીમોરા, તા.૨૦ ઃ બીલીમોરા શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના મેળા દરમિયાન પણ ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે ગુરુવારે તપાસ હાથ ધરવામાં આવી હતી. મેળામાં કુલ ૩૫ ખાદ્ય સ્ટોલ ની તપાસ કરી ૮૮ લીટર અયોગ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં ૬૫ લીટર રેડ ચટણી અને ૨૩ લીટર વપરાયેલા કુકિંગ ઓઈલનો સમાવેશ થાય છે. ખાદ્ય સુરક્ષા વિભાગે ખાદ્ય વ્યવસાયકારોને સ્વચ્છતા જાળવવા, ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરવા તેમજ જ્ંંફુ ર્લ્ીશ્ફૂદ્દક્ક ર્ીઁફુ ર્લ્દ્દીઁર્ફુશ્વફુસ્ન્ ખ્ણૂદ્દ, ૨૦૦૬ અને તેના હેઠળના નિયમો-વિનિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી. લેવામાં આવેલા ખાદ્ય નમૂનાઓના લેબોરેટરી પરીક્ષણના પરિણામો આવ્યા બાદ નિયમોનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.