Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

વાપીમાં હવે દરેક વોર્ડ માટે સફાઈની જુદી ઍજન્સી

વાપીમાં  હવે દરેક વોર્ડ માટે સફાઈની જુદી ઍજન્સી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૦ ઃ વાપી મનપા દ્વારા  શહેરના તમામ વોર્ડમાં સંતોષકારક સફાઈ માટે નવતર પ્રયોગ કરી વોર્ડ દીઠ સફાઈનો કોન્ટ્રાક્ટ આપવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળે છે અને આગામી દિવસોમાં તે માટે ટેન્ડર ઓપન કરવામાં આવશે. વાપી મનપા દ્વારા છેલ્લા ઍકાદ વર્ષથી જાહેર માર્ગો અને વિસ્તારમાં સફાઈ માટે ત્રણ જેટલી ઍજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું. જોકે સફાઈ બાબતે ફરિયાદો આવતી રહેતી હોય વર્તમાન બોડી ને સંતોષકારક ન લગતા હવે મનપાના ૧૩ વોર્ડમાં વોર્ડ વાઈઝ અલગ અલગ સફાઈનો કોન્ટ્રાક્ટ સોંપવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઍક વોર્ડમાં ૩૦ જેટલા સફાઈ કર્મીઓને સફાઈ માટે રાખવાના રહેશે.  અત્યાર સુધી જે ત્રણ ઍજન્સીને સફાઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જેમાં તમા ૧૩ વોર્ડ વિસ્તારમાં સફાઈ માટે આશરે ૭૦૦ થી ૮૦૦ સફાઈ કર્મી લગાવતા હોવાનું કહેવાય છે. આમ છતાં વર્તમાન ચૂંટાયેલી બોડી અને અધિકારીઓને સંતોષકારક કામગીરી ન લગતા આખરે હવેથી વોર્ડ વાઈઝ સફાઈનો કોન્ટ્રાક્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે જેમાં વોર્ડ દીઠ ઍજન્સ ૩૦ સફાઈ કર્મીઓ લગાવશે. આગામી બે ત્રણ દિવસમાં  આ માટે ટેન્ડર ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. જોકે સફાઈ માટેનો આ નવતર પ્રયોગ કેટલો કારગત નીવડશે તે તો સમય જ કહેશે.