Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

હાલરની ગોપાલ ડેરીમાંથી શંકાસ્પદ પનીર ઝડપાયું

હાલરની ગોપાલ ડેરીમાંથી શંકાસ્પદ પનીર ઝડપાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા ૧૯ ઃ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વલસાડ દ્વારા તારીખ ૧૯/૦૮/૨૦૨૬ના રોજ અચાનક હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.ડેઝિગ્નેટેડ ઓફિસર ઍ.આર. વલવીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફટી ઓફિસર કુ. ભાવીકા બી. પટેલ દ્વારા વલસાડના હાલર રોડ પર, હાલર તળાવની સામે આવેલી ગોપાલ ડેરી માં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડેરીમાંથી લેબલ વગરનો આશરે ૫૭ કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. શંકાસ્પદ જથ્થામાંથી ઍન્ફોર્સમેન્ટ નમૂનો લઈ પૃથ્થકરણ (લેબ ટેસ્ટિંગ) માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. જથ્થાનો નાશૅં લેવાયેલા નમૂના સિવાયનો બાકીનો તમામ પનીરનો જથ્થો, જેની અંદાજિત કિંમત ૧૫,૭૭૫ થાય છે, તેનો સ્થળ પર જ નાશ કરાવવામાં આવ્યો હતો. ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર, લેબોરેટરીમાંથી પૃથ્થકરણ અહેવાલ (ટેસ્ટ રિપોર્ટ) આવ્યા બાદ ડેરી સંચાલક સામે આગળની કાયદેસરની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.