ધરમપુર પોલીસ મથકે ઈદે મિલાદને લઈ શાંતિ સમિતિની બેઠક
- byDamanganga Times
- 19 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૧૮ ઃ ઈદે મિલાદ પર્વને અનુલક્ષીને ધરમપુર પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પર્વ દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે પોલીસ અને સમાજના આગેવાનો વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી.
પીઆઈ નીખિલભાઈ ભોયાઍ સોશિયલ મીડિયા પર આવતી અફવા કે ઉશ્કેરણીજનક માહિતીની ખરાઈ કર્યા વગર ફોરવર્ડ ન કરવા તથા આવી કોઈ માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. પર્વ દરમિયાન પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત રાખવામાં આવશે અને આગેવાનોને પોલીસ સાથે સંકલન જાળવવા જણાવાયું હતું.
બેઠકમાં નગરપાલિકા -મુખ મયંકભાઈ મોદી, મુસ્લિમ સમાજના પ્રમુખ સબ્બીર બહાનાન સહિત વિવિધ સમાજના આગેવાનો, નગરપાલિકા સભ્યો અને મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્ના હતા. આગેવાનોઍ પર્વ દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસને સહકારની ખાતરી આપી હતી.
