ખેરગામ તા.પં.ની વોર્ડ નં.૧ પરથી કોîગ્રેસના ચૂંટાયેલા સભ્યનું રાજીનામું
- byDamanganga Times
- 19 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૧૮ ઃ ખેરગામ તાલુકા પંચાયતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કુલ ૧૬ બેઠકોમાંથી ૧૧ જેટલા સભ્યો ભાજપના ચૂંટાયા હતા જ્યારે પાંચ જેટલા સભ્યો કોંગ્રેસના ચૂંટાયા હતા દરમિયાન કોંગ્રેસના વાડ - ૧ બેઠક ઉપરથી ચૂંટાયેલા દિગેશ ધીરુભાઈ પટેલે તાલુકા પંચાયતના સભ્યપદેથી રાજીનામું આપી દેતા કોંગ્રેસની હાલત વધુ નબળી થવા પામી છે.
ખેરગામ તાલુકાના વાડ ૧ બેઠક ઉપરથી તાલુકા પંચાયતના સભ્ય પદે દિગેશ ધીરુભાઈ પટેલનો ભવ્ય વિજય થયો હતો દિગેશ પટેલે કયા કારણોસર રાજીનામું આપ્યું તે જાણવા મળ્યું નથી જોકે કોંગ્રેસમાં કેટલાક સભ્યોને તેમજ સંગઠનના નેતાઓને આ બાબતની જાણ થતા દિગેશ પટેલને મોડી રાત સુધી સમજાવવાના પ્રયત્નો થયા હતા પરંતુ તાલુકા પંચાયતના સભ્ય પદેથી દિગેશ પટેલ વાડ ૧ બેઠક ઉપરથી રાજીનામું આપી દેતા રાજકારણમાં અનેક તર્ક વીતર્કો ઉઠવા પામ્યા છે દિગેશ પટેલે આજરોજ તેમનું રાજીનામું તાલુકા પંચાયત પ્રમુખ હંસાબેન પટેલને સુપ્રત કરવામાં આવતા આવનારી સામાન્ય સભામાં રાજીનામાં બાબતે કેવો લટકો ફટકો થાય તે જોવાનું રહેશે.
