Damanganga Times.

Damanganga Times.

August 19, 2026

ચીખલી હાઈવે પર પાર્કિંગ મુદ્દે ટ્રક ચાલકે ચપ્પુથી હુમલો કર્યો

ચીખલી હાઈવે પર પાર્કિંગ મુદ્દે ટ્રક ચાલકે ચપ્પુથી હુમલો કર્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૧૮ ઃ ચીખલી ને.હા નંબર ૪૮ ઉપર આવેલ સૂંઠવાડ ગામની હદમાં ઍક હોટલ ના ર્પાકિંગમાં જૂની અદાવતે બે ટ્રક ચાલકો બાખડતા ઍક ટ્રક ચાલકે બીજા ટ્રક ચાલકને ચપ્પુ મારી દેતા ઇજાગ્રસ્ત થયેલ ટ્રક ચાલકને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાની નોબત આવી છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી ને.હા નંબર ૪૮ ઉપર આવેલ સુંથવાડ ગામે  સોમવારના રોજ રાત્રિના સમયે ઍક ટ્રક ચાલક વિજયપ્રતાપ ઝૂરી યાદવ રહે. નીલકંઠ ઍપાર્ટમેન્ટ ઍ ૪૦૩ હનુમાન મંદિરની બાજુમાં વલ્લભ નગર છીરી વાપી જે પોતાની ટ્રક લઈને ઉભો હતો દરમિયાન પવન કુમાર બુધીરામ બિંડે રહે. ડીંડોલી સુરત જેણે આવીને જણાવેલ કે છ મહિના અગાઉ મારી સાગર સાથે બોલાચાલી ઝઘડો થયેલ ત્યારે તું કેમ વચ્ચે આવેલ તેમ કહી વિજય પ્રતાપ યાદવને ઢીકક મૂકીનો માર મારવા લાગેલ અને તેની પાસે રહેલ  ચપ્પુ કાઢી વિજય પ્રતાપને છાતીના ભાગે જમણી તથા ડાબી સાઈડે તથા જમણા હાથના કાંડાના ભાગે મારી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી પવન કુમાર બિંડે ત્યાંથી ભાગી છુટ્યો હતો જોકે વિજય પ્રતાપ યાદવને લોહી લુહાણ હાલતમાં સૌ-થમ ચીખલી રેફરલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીઍસઆઇ આર. ઍન. વાડલે કરી રહ્ના છે.