Damanganga Times.

Damanganga Times.

August 19, 2026

ભાજપના વલસાડના ધારાસભ્ય ભરત પટેલના ગળામાં ગાળિયો આવશે ?વશિયરમાં નેતાની કરોડોની જમીનમાં જવા સરકારી ખર્ચે બ્રિજ બનાવાયો !

ભાજપના વલસાડના ધારાસભ્ય ભરત પટેલના ગળામાં ગાળિયો આવશે ?વશિયરમાં નેતાની કરોડોની જમીનમાં જવા સરકારી ખર્ચે બ્રિજ બનાવાયો !


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ તા. ૧૮ ઃ વલસાડના વશીયર  ગામે ભાજપના નેતાની જમીન  માં જવા માટે  ૩.૮૦ કરોડનો ઓવર બ્રિજ અને વાકી નદી કિનારે ૮૦ લાખની પ્રોટેકશન  મળી કુલ ૪.૬૦ કરોડ  રૂપિયા સરકારી રકમ  નો આર્થિક ફાયદો ભાજપી નેતાને કરાવ્યો હોવાની  આક્ષેપ  સાથે  ચર્ચા ચાલી રહી  છે.  તેની બાજુમા જ  કરોડોના ખર્ચે   વશીયર માં  રેલવે ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે.
વલસાડ નજીકના  વશીયર ગામે  થોડા વર્ષ અગાઉ વશીયર ગામે સરકાર દ્વારા કરોડો રૂપિયા ના ખર્ચે રેલવે ઓવર બ્રિજ બનાવવા માં આવ્યો છે. તો બીજી તરફ વશીયર  ગામે સર્વે નં. ૩૭૮ આશરે ૬ વીઘા ઉપરાંત આસપાસના સર્વે નં. ૩૬૬, ૩૬૫, ૩૬૭, ૩૬૩, ૩૭૧ વાળી મળીને કુલ ૧૭.૫ વીઘા જમીન હર્ષદ કટારીયા અને પરિવારજનોના નામે જમીન ચાલી આવેલ  છે.નનકવાડા ગામ ના આદિત્ય નગર થી વશીયર રેલવે તરફ જવા માટે વાંકી નદી આવેલી છે. ભાજપ નેતા હર્ષદભાઈ કટારીયાની જમીન માં જવા માટે  નનકવાડા તેમજ વશીયર  ગામ ના સરપંચે બ્રિજ બનાવવા  માટે ઠરાવ  કર્યો છે . તો વલસાડના ધારાસભ્યઍ  સરકારમાં  ભલામણ કરી તો ઉંમરગામના ધારાસભ્ય ઍ  ભાજપી નેતા હર્ષદ ભાઈ  કટારીયા ને ફાયદો કરાવવા માટે વાંકી નદી કિનારે  ૮૦ લાખ ની પ્રોટેક્શન વોલ  બનાવવા માટે ગ્રાન્ટ અપાવી અને  બ્રિજ બનાવવા માટે ૩.૮૦ કરોડ ની રકમ મંજૂર કરાવી  હોવાની ચર્ચા ઍ જોર પકડ્યું છે. નનકવાડા ગામ ના આદિત્ય નગર થી વશીયર રેલવે તરફ જવા માટે વલસાડના  ધારાસભ્ય ઍ  સરકારમાં ભલામણ કરી ૩.૮૦ કરોડનું પુલ બનાવવા માટે ગ્રાન્ટ મંજુર કરાવી હતી. આમ ભાજપી નેતા હર્ષદ કટારીયાને સીધો આર્થિક ફાયદો કરાવવાનો મામલો સામે આવ્યો છે. જ્યાં ઍક તરફ વલસાડના   ધારાસભ્ય  ઍ આ કામ જનહિતમાં કરાયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યાંરે  વાસ્તવિકતામાં જનતાના ટેક્સના કરોડો રૂપિયા માત્ર ઍક  ભાજપી નેતાના અંગત ફાયદા માટે વેડફાયા હોવાની ચર્ચાઍ  શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં જોર પકડ્યું છે. ભાજપના નેતા માટે બનાવવામાં આવેલા આ બ્રિજ નો કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી ન્યાય ની માંગ કરી છે.