ડુંગરીમાં ડેટીંગ ઍપથી બોલાવી લૂટ અંગે વધુ ઍક ફરિયાદ
- byDamanganga Times
- 19 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી તા. વાપીમાં ઞ્શ્વજ્ઞ્ઁફુશ્વ ઍપ્લિકેશનથી વ્યક્તિઓનો સંપર્ક કરી તેઓને ઍકલતામાં બોલાવી મારમારી લૂંટી લેવાના બનાવમાં ડુંગરા પોલીસે પકડેલા ત્રણ ઇસમો સામે વધુ ઍક ફરિયાદ નોંધાઈ છે. વાપીના ડુંગરા પોલીસ મથકે થોડા દિવસો પહેલા ઍક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કરવડ ખાતે ભારત પેટ્રોલ પંપની થોડા આગળના અંધારા ભાગે ફરિયાદીને બોલાવી ત્રણ અજાણ્યા ઇસમોઍ મારામારી કરી, ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અને બળજબરીપૂર્વક કુલ રૂ.૧૪,૦૦૦/-ની રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા. જે અંગે પોલીસે ગુનો નોંધી સીસી ટીવી ફૂટેજ અને સર્વેલન્સ આધારેજવાહિર રામનરેશ યાદવ, ઉ.વ.૧૯, રહે. સાઈ આસ્થા-૧, કરવડને ઝડપી પાડ્યા હતા. આવા જ ઍક બનાવમાં વધુ ઍક વ્યક્તિનો શ્વિંજ્ઞ્ઁફુશ્વ ઍપથી સંપર્ક કરી તેને સુમસામ જગ્યાઍ બોલાવી મારમારી રૂપિયા ૪ હજાર લૂંટી લીધાં હોવાની ફરિયાદ ઉપરોક્ત પકડાયેલા ઇસમો સામે ભોગ બનનાર ઈસમે નોંધાવી છે. પોલીસે ઍ ત્રણેય ઇસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
