પારડીના ૭ ગામોને કચરો ઉપાડવા માટે ટેમ્પાની ફાળવણી કરાઈ
- byDamanganga Times
- 19 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૮ ઃ સ્વચ્છ ભારત મિશન હેઠળ આવતા પારડી તાલુકાના સાત જેટલા ગામોને ૧૫માં નાણાપંચમાંથી ટેમ્પાની ફાળવણી કરવામાં આવી હતી જેનો પારડીના લોકિ-ય ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને હસ્તે લીલી ચંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ ટેમ્પો હવે દરરોજ ગામમાં ભીનો અને સૂકો કચરો લેવા માટે જશે આપણા પ્રધાનમંત્રી મોદીજીનું સ્વપ્ન સ્વચ્છ ભારત મિશનનું હોય જેને ધ્યાનમાં રાખી પાડી તાલુકા પંચાયતમાં સાત જેટલી ગ્રામ પંચાયત જેમાં કોલક કલસર ડુંગરી મોતીવાડા તીઘરા ડુમલાવ સોઢલવાડા વગેરે ગામોને છોટા હાથી ટેમ્પો આપવામાં આવ્યો હતો આ પ્રસંગે ડેપ્યુટી કલેકટર નિરવભાઈ પટેલ ટીડીઓ સંદીપ ભગોરા તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરી બેન પટેલ, ઉપપ્રમુખ હિરેન પટેલ, ગીતા રબારી કારોબારી અધ્યક્ષ હેમલતાબેન ટંડેલ સરપંચ રવિન્દ્રભાઈ પટેલ જયસુખભાઈ નાયકા અજયભાઈ પટેલ પ્રકાશભાઈ પટેલ સુનિતાબેન ચંદ્રકાંત પટેલ ધીરુભાઈ પટેલ હેમાબેન જીતેન્દ્રભાઈ પટેલ ગ્રેવિંનભાઈ ટંડેલ વગેરે આજુબાજુના સરપંચો તલાટી કમ મંત્રીઓ હાજર રહ્ના હતા.
આ ટેમ્પા મળતા હવે ગામમાં સ્વચ્છતા રહેશે અને ગ્રામજનોને ભીનો તથા સુકો કચરો નિકાલ કરવા માટેની ઉત્તમ સુવિધા મળી શકશે આધુનિક વાહન ગ્રામ પંચાયતોને મળ્યો છે ઍટલે હવે સ્વચ્છતા તરફ વેગ મળ્યું છે લોકો નિરોગી બનશે.
