પારડી પંથકના શિવાલયો શ્રાવણ માસમાં શિવમય થયા
- byDamanganga Times
- 19 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૮ ઃ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્ના છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે પારડી સ્થિત વિવિધ શિવાલયો અને મંદિરોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી શ્રદ્ધાળુઓઍ ભગવાન શિવને બીલીપત્ર, પુષ્પ, જળ અને દૂધનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ આજે નાગપંચમીનો પવિત્ર તહેવાર હોવાથી મંદિરોમાં વહેલી સવારથી જ વિશેષ પૂજા-અર્ચના યોજાઈ હતી પારડી તળાવ ની પાળ સ્થિત આવેલ પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિર, ઍકલિંગી મંદિર, અને આસપાસના વિસ્તારના શિવાલયોમાં વહેલી સવારે ૪ વાગ્યાથી જ ભક્તો દર્શનાર્થે લાઇન લગાવીને ઊભા રહી ગયા હતા. ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ના પવિત્ર નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. ભક્તોઍ મહાદેવના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પ્રા કર્યા હતા શ્રાવણના પ્રથમ સોમવારની સાથે નાગપંચમીની તિથિનો પણ શુભ સંયોગ રચાયો છે. આ પ્રસંગે મહિલાઓ અને બહેનોઍ નાગદેવતાની વિધિવત પૂજા-અર્ચના કરી હતી. બાળકો તથા પરિવાર પર સર્પ ભય ન રહે અને સૌનું કલ્યાણ થાય તે માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. આ ઉપરાંત, મહિલાઓઍ સુયોગ્ય જીવનસાથી, સુખમય જીવન અને ઉત્તમ તંદુરસ્તીની કામના અર્થે ૧૬ સોમવારનું વ્રત રાખી મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરના પૂજારી ઍ જણવ્યું કે ભગવાનના પૂજા-પાઠ કરીને ભક્તો આશીર્વાદ મેળવી પ્રસન્નતા અનુભવે છે. શ્રાવણના પ્રથમ સોમવારે પારડીના તમામ મંદિરોમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉલ્લાસનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.
