Damanganga Times.

Damanganga Times.

August 17, 2026

ધરમપુર સરકારી પુસ્તકાલયમાં યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

ધરમપુર સરકારી પુસ્તકાલયમાં યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૬ ઃ ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા તથા ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સરકારી તાલુકા પુસ્તકાલય ધરમપુર ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
ગ્રંથાલય ખાતાના નિયામક ડો. પંકજપુરી ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગરથી પસંદગી પામેલા મુખ્ય વક્તા ડો. ભાવેશભાઈ વાળા (પ્રોફેસર, સરકારી કોલેજ દમણ) તથા આમંત્રિત મહેમાન ડો. હેમંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્ના હતા.
બંને વક્તાઓઍ ઉપસ્થિત યુવા-યુવતીઓ સાથે સંવાદ કરી જીવનમાં ચોક્કસ ધ્યેય નક્કી કરવા, વાંચન પ્રત્યે રુચિ કેળવવા તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થઈ સમાજ અને દેશની સેવા કરવા અંગે પ્રોત્સાહનજનક માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ યુવાનોના -‘ો અને ભવિષ્યના ધ્યેય અંગે ચર્ચા કરી જરૂરી મદદની ખાતરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન પુસ્તકાલયના યુવા વાચક ગણેશ મિશાળે કર્યું હતું, જ્યારે આભારવિધિ મદદનીશ ગ્રંથપાલ પૂનમબેન જોશીઍ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પુસ્તકાલય સ્ટાફ તથા વાચકો-યુવા યુવતીઓઍ સહયોગ આપ્યો હતો.