Damanganga Times.

Damanganga Times.

August 17, 2026

મોટી દમણમાં ૮૦મો સ્વતંત્રતા દિવસ ઉજવાયો

મોટી દમણમાં ૮૦મો સ્વતંત્રતા દિવસ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૬ ઃ  દેશનો ૮૦મો સ્વતંત્રતા દિવસ શનિવારે મોતી દમણના લાઇટહાઉસ બીચ પર દેશભક્તિ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો. જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ મિશ્રાઍ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને સલામી લીધી. પોલીસ અને કોસ્ટ ગાર્ડના જવાનોઍ પ્રભાવશાળી પરેડ રજૂ કરી.
સભાને સંબોધતા, જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ મિશ્રાઍ દમણમાં ચાલી રહેલા વિકાસ કાર્યો વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે દમણ શિક્ષણ, આરોગ્ય અને પર્યટન ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્નાં છે. વહીવટીતંત્ર આ ક્ષેત્રોમાં સુવિધાઓના વિસ્તરણ પર ખાસ ભાર મૂકી રહ્નાં છે. દીવના પ્રશાસકનું લાઈવ સંબોધન સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન, દીવથી પ્રશાસક પ્રફુલ્લ પટેલના ભાષણનું વર્ચ્યુઅલ લાઇવસ્ટ્રીમ પ્રસારિત કરવામાં આવ્યું હતું. સમારંભમાં હાજર રહેલા લોકોઍ પ્રશાસકનું ભાષણ નિહાળ્યું અને સાંભળ્યું.
કચ્છીગાંવના ૧૬ યુવાનોનું સન્માન કરાયું દમણગંગા નદીના વધતા જળસ્તરને કારણે, કચ્છીગાંવ વિસ્તારમાં ઘણા લોકો ફસાયા હતા. જિલ્લા વહીવટીતંત્રે આ કટોકટીના સમયમાં લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં મદદ કરવા બદલ કચ્છીગાંવના ૧૬ યુવાનોનું સન્માન કર્યું. તેમની હિંમત અને તત્પરતાની પ્રશંસા કરવામાં આવી. આપત્તિઓ અને કટોકટી દરમિયાન સેવાઓ પૂરી પાડતા ફાયર વિભાગના કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા દમણના ટોચના વિદ્યાર્થીઓનું સન્માન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
સમારોહના અંતે, જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ મિશ્રાઍ ઉપસ્થિત જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને મહાનુભાવો સાથે મુલાકાત કરી. આ કાર્યક્રમમાં વહીવટી અધિકારીઓ, પોલીસ અને કોસ્ટ ગાર્ડના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્ના હતા.