રાબડા ગામેથી જુગાર રમતા પાંચ ઇસોમો ઝડપાયા
- byDamanganga Times
- 17 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ રૂરલ પોલીસે મળેલી બાતમી આધારે ટીમે રાબડા ગામે બાતમીના આધારે છાપો મારતા પાડી તીનપત્તીનો જુગાર રમતા ૫ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં વલસાડ જિલ્લા પંચાયત માજી સભ્ય અને મગોદ ગામના સરપંચ તેમજ અતુલના આરટીઆઈ ઍક્ટિવિસ્ટ સહીત પાંચ જુગારીયા ઓને ઝડપી પાડી જેલ માં ધકેલી દેતા ફફડાટ ફેલાઈ ગયો છે.
વલસાડ રૂરલ પોલીસ પી. ઍસ. આઈ.ને મળેલી બાતમી આધારે ટીમ સાથે વલસાડ ના રાબડા ગામના સ્કૂલ ફળિયામાં આવેલા નીતિનભાઈ રામુભાઈ રાઠોડના રહેણાંક ઘરમાં છાપો માર્યો હતો. જ્યાં સાસુના અવસાન બાદ શોકના પ્રસંગ દરમિયાન ભેગા થયેલા મિત્રો જુગારની મહેફિલ માણતી વખતે પોલીસે છાપો મારતા જુગાર રમતા વલસાડ જિલ્લા પંચાયત માજી સભ્ય અને મગોદ ગામના મહિલા સરપંચ પતિ કિરણભાઈ અશોકભાઈ હળપતિ (ઉં.વ. ૪૪, રહે. મગોદ મીલ ફળિયા), પુનીત પ્રેમબહાદુર સોની (ઉં.વ. ૩૭, રહે. અતુલ કંચન નગર), વિશાલભાઈ વિજયભાઈ નાયકા (ઉં.વ. ૩૩, રહે. અતુલ આમલી ફળિયુ), ધર્મેશભાઈ અશોકભાઈ નાયકા (ઉં.વ. ૩૪, રહે. અટાર સોની ફળિયા) તથા મુકેશભાઈ છીબુભાઈ રાઠોડ (ઉં.વ. ૩૯, રહે. ગાડરીયા સડક ફળિયા) ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી બાજી પરથી રોકડા રૂ. ૨,૫૦૦ અંગઝડતીમાંથી રોકડા રૂ. ૫૧,૨૮૦ , ૫ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ. ૨૫,૦૦૦ મળી કુલ્લે રૂ. ૭૮,૭૮૦ નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
