Damanganga Times.

Damanganga Times.

August 17, 2026

વલસાડ હાલર રોડ પર મ્યુચ્યુઅલ ફંડની ઓફિસમાં આગ

વલસાડ હાલર રોડ પર મ્યુચ્યુઅલ ફંડની ઓફિસમાં આગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૧૬ ઃ વલસાડ શહેરના હાલ્લર રોડ પર વિનય મેડિકલની ઉપર આવેલી લ્ગ્ત્ મ્યુચ્યુઅલ ફંડની ઓફિસમાં ૧૫ ઓગસ્ટની રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક તપાસમાં સર્વર રૂમમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે, જેના પગલે જોતજોતામાં સમગ્ર ઓફિસમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. ૧૫ ઓગસ્ટના રોજ રજા હોવાથી ઓફિસ બંધ હતી. રાત્રે બંધ ઓફિસમાંથી ધુમાડો નીકળતો જોઈ આસપાસના નાગરિકોઍ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.  ફાયર ટીમે તાત્કાલિક ઓફિસના કાચ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ધુમાડો ઝડપથી બહાર કાઢવા માટે અન્ય બીજી ફાયર ગાડી મંગાવવામાં આવી હતી અને ઍક્ઝોસ્ટ ફેન તેમજ પાછળની બારીઓના કાચ તોડી વેન્ટિલેશન ઊભું કરવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે દોઢથી બે કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.