Damanganga Times.

Damanganga Times.

August 17, 2026

ઉમરગામમાં સ્વાતંત્ર્ય દિને ક્લોક ટાવરનું લોકાર્પણ

ઉમરગામમાં  સ્વાતંત્ર્ય દિને ક્લોક ટાવરનું લોકાર્પણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૬ ઃ ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં રૂપિયા ૩૭ લાખના ખર્ચે નિર્માણ પામેલા ક્લોક ટાવરનું લોકાર્પણ ૮૦મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકર, નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવ, કારોબારી અધ્યક્ષ ગૌરવ કોન્ટ્રાક્ટર તથા ચીફ ઓફિસર અતુલ ચંદ્ર સિન્હાઍ ઉપસ્થિત રહી નગરજનોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
ધારાસભ્ય રમણભાઈ પાટકરે ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા તેમજ સ્વચ્છતા અંગે લોકજાગૃતિ વધારવા નગરજનોને સહભાગી બનવા ટકોર કરી હતી.
 શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા નગરપાલિકા સાથે નગરજનો પણ પોતાની જવાબદારી નિભાવે તે માટે તેમણે અપીલ કરી હતી.