નવરચિત નાનાપોîઢામાં જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયું
- byDamanganga Times
- 17 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકાના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની દેશપ્રેમ અને રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે ઉત્સાહ અને ઉમંગભેર જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંત્રીશ્રીઍ તિરંગો ફરકાવી માનભેર સલામી આપી હતી. તથા ખુલ્લી જીપમાં સવાર થઈ પોલીસ પરેડનું નિરીક્ષણ કરી સલામી આપી હતી. તેમણે ગામડાના વિકાસનો આધાર ખેતીવાડી પર નિર્ભર હોવાનું જણાવી તેમણે કિસાન સન્માન નિધિ હેઠળ વલસાડ જિલ્લામાં ૧૯૪૬૩૪ ખેડૂતોને રૂ. ૨૦૦૦ મુજબ ૫૪૯ કરોડ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જણાવી નાનાપોંઢા જેવા આદિવાસી તથા અંતરિયાળ વિસ્તારોમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઍ વિકાસની યાત્રાનો ઍક સંદેશ છે. ઍમ ઉમર્યુ હતું. તેમણે સુરતની ‘વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ’માં દરમિયાન વલસાડ જિલ્લા માટે રૂ. ૨,૦૫૬.૮૩ કરોડના ૧૨૭ જેટલા પ્ંશ્ હોવાની માહિતી પણ આપી હતી. ૧૫ મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે તેમણે વલસાડ જિલ્લાના વિકાસના કામો અર્થે રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટર નીતિન સાંગવાનને અર્પણ કર્યો હતો. આ ઉજવણી દરમ્યાન તેમણે વિવિધ ક્ષેત્રે પ્રસંશનીય કામગીરી કરનાર કુલ ૬૫ વ્યકિત વિશેષોનું પ્રમાણપત્ર અને ટ્રોફી દ્વારા સન્માન કર્યુ હતું. જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓઍ દેશભક્તિ દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. મંત્રીઍ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, જિલ્લા કલેકટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર આસ્થા સોલંકી અને સંગઠનના આગેવાનો તેમજ અધિકારી-પદાધિકારી અને નાનાપોંઢાના નગરજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્ના હતા. પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત રજૂ કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરકારી શાળાના શિક્ષકો તારેશ સોની અને અવની પટેલે કર્યુ હતું.
