Damanganga Times.

Damanganga Times.

August 17, 2026

સરોધી હાઈવે પરના ખાડાને કારણે ગણેશ પ્રતિમા ખંડિત થઈ

સરોધી હાઈવે પરના ખાડાને કારણે ગણેશ પ્રતિમા ખંડિત થઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ  વલસાડ જિલ્લામાંથી પસાર થતો  નેશનલ હાઇવે નંબર ૪૮ પર માર્ગોની બિસ્માર હાલત છે. ત્યારે  વલસાડ તાલુકાના સરોધી નજીક હાઇવે પર પડેલા ખાડાના કારણે ગણેશજીની વિશાળ પ્રતિમા ટ્રકમાંથી નીચે પટકાતા ખંડિત થઈ હોવાની દુર્ઘટના બની છે.  વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૪૮ વરસાદ ની સિઝનમાં ફાળાના કારણે વાહન ચાલકો પરેશાન થતા હોય છે. તો ઍક વર્ષ અગાઉ આ ખાડાના કારણે  કેટલાકના મોત થયા છે. હાલમાં પણ નેશનલ હાઇવે નંબર ૪૮ પર પડેલા શાળાના કારણે વાહનચાલકો માટે માથાના દુખાવો બની ગયો છે. ત્યારે આજરોજ  સવારે   સુરતનું ઍક મંડળ  મુંબઈ થી શ્રીજીની પ્રતિમા ટ્રકમાં ભરી સુરત તરફ  વલસાડ નેશનલ હાઇવે નંબર ૪૮  પરથી લઈ જઈ રહ્ના હતા. તે દરમિયાન વલસાડના સરોધી નેશનલ હાઈવે ૪૮ પરહાઇવે પર પડેલા મોટા ખાડામાં ટ્રકનું પૈડું અચાનક ખાબકતાં  ટ્રકમાં મૂકેલી ગણેશજીની પ્રતિમા રોડ પર નીચે પટકાઈ  ખંડિત થઈ ગઈ હતી. મૂર્તિ ખંડિત થવાની ઘટના બનતા મંડળના યુવાનો અને હોદ્દેદારો  ચિંતામાં મુકાયા હતા. ઍક તરફ ગણેશ મહોત્સવ નજીક માં હોય ત્યારે   નેશનલ હાઈવે પર પડેલા ખાડાના કારણે બનેલી આ ઘટનાને પગલે ગણેશભક્તોમાં ભારે રોષ અને દુઃખની લાગણી ફેલાઈ છે. નેશનલ હાઇવે ઓથોરિટી  દ્વારા ટોલ ટેક્સ વસૂલવા છતાં રસ્તાઓનું યોગ્ય સમારકામ ન કરાતાં વાહનચાલકો અને ભક્તોમાં તંત્રની લાપરવાહી સામે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્ના છે.