આજથી નવસારીમાં કર્ણાવતી ઍકસપ્રેસને સ્ટોપેજ મળશે
- byDamanganga Times
- 14 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નવસારી, તા. ૧૩ ઃ અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી સુપ્રસિદ્ધ કર્ણાવતી ઍક્સપ્રેસ-૧૨૯૩૩ સુપરફાસટ- ૧૪ મી ઓગસ્ટની સાંજથી નવસારી રેલવે સ્ટેશને પ્રાયોગિક ધોરણે ૧૬-૪૧ ક. થોભવાનું શરૂ કરી ૧૬-૪૩ કલાકે ઉપડી વટવા સુધી જશે. ૧૫ મી ઓગસ્ટથી સુરતથી ૦૮-૦૩ ઉપડી નવસારી ૮-૨૫ ક. આવી વલસાડ જવા ૮-૨૭ ક. ઉપડી ૯-૦૮ ક. પહોંચી વલસાડ થી ૯-૧૦ ક. ઉપડી બાંદ્રા ટર્મિનસ જશે આથી નવસારી વિસ્તારના રેલ યાત્રીઓ માટે નવી સુવિધા મળશે.
આજે નવસારી રેલવે સ્ટેશન ખાતે કર્ણાવતી ઍક્સપ્રેસ સુપરફાસ્ટ અમદાવાદ જતી ટ્રેનને જળશક્તિ મંત્રી - કેન્દ્ર સરકારના સીઆર પાટીલ સ્ટોપેજ નો અમલ થતાં સ્વાગત કરી સાજે ૪-૪૧ કલાકે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે જેનો સ્વાગત સમારંભ ૩-૪૫ કલાકે યોજાયો છે જેમાં સૌ નાગરિકોને ઉપસ્થિત રહેવા નવસારી ભાજપ સંગઠન વિ. ઍ આમંત્રણ આપ્યું છે. લોકશક્તિ હવે વડનગરથી ઉપડશેં ટ્રેન નંબર બદલાતા શું ભાડું સુપરફાસ્ટ દર મુક્ત થયું પ. રેલ્વે ઍ અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી સુપરફાસ્ટ લોકશક્તિ ઍક્સપ્રેસ ૨૨૯૨૭/૨૮ ને પણ આઝાદીની પૂર્વા રાત્રી થી અમદાવાદના બદલે લંબાણ કરી વડનગરથી ઉપાડવાનું શરૂ કર્યું છે. ઉત્તર ગુજરાતના યાત્રીઓ અને મહેસાણાને સીધી મહાનગર મુંબઈ નગરીની ઝડપી રેલ સેવા પ્રા થાય છે. તા.૧૩-૮-૨૬ થી સુપરફાસ્ટ ટ્રેન નંબર ૨૨૯૨૭ બદલાઈને ૧૯૦૧૭ થઈ ટ્રેન બાંદ્રાથી ૧૯-૪૦ કલાકે ઉપડી વલસાડ ૨૩-૨૦, બીલીમોરા ૨૩-૩૫, નવસારી ૨૩-૫૫ ક. ઉપડી મહેસાણા મળસ્કે ૫-૩૦ પહોંચી ૫-૩૫ ઉપડી વડનગર ખાતે સવારે ૬-૪૦ કલાકે પહોંચશે. ટ્રેન ક્રમાંક ૨૨૯૨૮ ના બદલે ૧૯૦૧૮ થઈ વડનગરથી ૧૮-૨૦ કલાકે ઉપડી મહેસાણા ૧૮૪૫/૫૦,અમદાવાદ થી ૨૦-૪૫ કલાકે ઉપડી બાંદ્રા ટર્મિનસ પહોંચશે લોક જનસ લોકશક્તિ ઍક્સપ્રેસ જે અમદાવાદ બાંદ્રા વચ્ચે ૪૭૯ કિ.મીટર કાપવામાં ક. ૮-૪૦ મિનિટ લેતી તે હવે ૫૮૨ કિ.મીટર દોડવામાં ૧૧ કલાક લેશે. અને ૨૨ ના બદલે ૨૪ સ્ટેશને રોકાશે. ટ્રેનના ક્રમાંક બદલાતા હવે સુપરફાસ્ટના બદલે માત્ર ઍક્સપ્રેસ તરીકે દોડનારી લોક શક્તિ માં લેવાતા સુપરફાસ્ટ દર હવે નાબૂદ થશે ૨૨૯૮૯/૯૦ ટ્રેન મહુવા-સુરત ઍક્ષ. વલસાડ - વાપીથી ઉપાડા સુરતથી બોટાદ મહુવા વચ્ચે દોડતી ૧૯૨૫૫/૫૬ ઍક્સપ્રેસ ટ્રેનને વલસાડ કે વાપી સુધી લંબાણ આપી વલસાડ નવસારી જિ. સંઘ પ્રદેશના ભાવનગર અમરેલી બોટાદ જિલ્લામાં રહેતા વતનીઓ માટે સીધી ટ્રેન સુવિધાનો લાભ આપો જે અઠવાડિયામાં પાંચ દિવસ દોડે છે તે જ રીતે બાંદ્રા મહુવા વચ્ચે દોડતી ૨૨૯૮૯/૯૦ ટ્રેનને પણ વલસાડ નવસારી ખાતે સ્ટોપેજ આપવામાં આવે તેવી સૌરાષ્ટ્રવાસીઓની માંગ છે. જેથી ચોટીલા કષ્ટભંજન દેવ બગદાણા ભગુડા ખોડીયાર મા કે તલગાજરડા જનારા ભક્તોને સીધો ટ્રેનલાભ મળે. કેન્દ્રીય મંત્રી પાટીલ તથા દંડક-સાંસદ ધવલભાઇ પટેલ આ સુવિધાઓ દક્ષિણ ગુજરાતને અપાવે તેવી લોકમાંગ છે.
