Damanganga Times.

Damanganga Times.

August 14, 2026

સેલવાસની નમો હોસ્પિટલમાંથી બે માસના ઍચઆઈવી જાગૃતિ અભિયાનનો પ્રારંભ

સેલવાસની નમો હોસ્પિટલમાંથી બે માસના ઍચઆઈવી જાગૃતિ અભિયાનનો પ્રારંભ



(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૧૩ ઃ  વિશ્વ યુવા દિવસ નિમિત્તે દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના આરોગ્ય વિભાગ દ્વારા ઍચઆઈવી / ઍઈડ્સની રોકથામ અને જાગૃતિ માટે બે માસના સઘન જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સિલવાસાની નમો હોસ્પિટલ ખાતે અભિયાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.અભિયાનનો મુખ્ય હેતુ યુવાનો, કિશોર-કિશોરીઓ તેમજ સામાન્ય નાગરિકોમાં ઍચઆઈવીની રોકથામ, સમયસર તપાસ અને સારવાર અંગે જાગૃતિ લાવવાનો છે. સાથે જ ઍચઆઈવીને લઈને સમાજમાં રહેલા ભેદભાવ અને કલંકને દૂર કરવાનો સંદેશ આપવામાં આવી રહ્ના છે.

અભિયાન અંતર્ગત દમણના વિવિધ જાહેર સ્થળોઍ ફલેશ મોબ અને શેરી નાટકો યોજી યુવાનોને સુરક્ષિત વર્તન, સ્વૈચ્છિક ઍચઆઈવી તપાસ અને ઉપલબ્ધ સારવાર સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. આગામી બે માસ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ રેલીઓ, ગ્રામસભામાં આરોગ્ય સંવાદ, ઘર-ઘર જાગૃતિ, સામુદાયિક બેઠકો તેમજ પોસ્ટર અને પેમ્ફલેટ વિતરણ જેવી પ્રવૃત્તિઓ યોજાશે. શાળા-કોલેજોમાં નિબંધ, પોસ્ટર અને સ્લોગન સ્પર્ધા, ક્વિઝ, આરોગ્ય શિક્ષણ સત્રો, યુવા સંવાદ અને ઍચઆઈવી જાગૃતિ વર્કશોપ પણ યોજાશે.

આરોગ્ય વિભાગે યુવાનોને અભિયાનમાં સક્રિય ભાગીદારી કરવા, ઍચઆઈવી અંગે સાચી માહિતી મેળવવા અને જરૂરિયાત મુજબ સ્વૈચ્છિક તપાસ કરાવવા અપીલ કરી છે. અભિયાનનો ઉદ્દેશ્ય સ્વસ્થ, સુરક્ષિત અને ભેદભાવમુક્ત સમાજના નિર્માણ તરફ આગળ વધવાનો છે.