Damanganga Times.

Damanganga Times.

August 14, 2026

વાસણમાં કેન્સર ચેકઅપ કેમ્પ યોજાયો

વાસણમાં કેન્સર ચેકઅપ કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૩ ઃ  ભાજપના સેવાકીય અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ઍક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના માનનીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે વલસાડ તાલુકાના વાસણ ગામે નિઃશુલ્ક કેન્સર સ્ક્રિનિંગ અને જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા  પ્રમુખ પ્રવિણાબેન સમીરભાઈ પટેલની અધ્યક્ષ પણા હેઠળ વલસાડનાં વાસણ ગામમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો જન્મદિન નિમિતે  કેન્સર સ્ક્રિનિંગ તેમજ જનરલ હેલ્થ ચેકઅપ  યોજાયો હતો. આ કેમ્પ દરમિયાન ગામ તેમજ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બહેનો અને મહિલાઓઍ ઉપસ્થિત રહીને આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. સ્થાનિક મહિલા મોરચાના સભ્યો દ્વારા જનસેવાના આ કાર્ય સાથે પ્રદેશ અધ્યક્ષને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.