વલસાડની તબીબે જામલીયામાં વિદ્યાર્થીઓ માટે કબાટ ભેટ આપ્યું
- byDamanganga Times
- 14 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૩ ઃ ધરમપુરથી ૫૫ કિલોમીટર દૂર આવેલા જામલીયા ગામમાં ૧૨૨ જેટલા ભૂલકાંઓ કોઈના સહારે ઍક નાના ઘરમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓના ચોપડા, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી વરસાદમાં પલળીને બગડી જવાનો સતત ભય રહેતો હતો. આ સમસ્યાના ઉકેલ માટે બાળકોને ઍક કબાટની ખાસ જરૂરિયાત ઉભી થતાં વલસાડની તબીબે તેમની જરૂરિયાત પૂરી પડતા બાળકો ઍ તેમનો આભાર માન્યો હતો. શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં ધરમપુરથી આશરે ૫૫ કિલોમીટર દૂર આવેલા અંતરિયાળ જામલીયા ગામમાંથી માનવતા અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. આ ગામમાં ૧૨૨ જેટલા ભૂલકાંઓ કોઈના સહારે ઍક નાના ઘરમાં રહીને પોતાનો અભ્યાસ કરી રહ્ના છે.
ચોમાસાની ઋતુમાં સતત વરસતા વરસાદના કારણે બાળકોના ચોપડા, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી પલળીને બગડી જવાનો સતત ભય રહેતો હતો. આ સમસ્યાના ઉકેલ માટે બાળકોને ઍક મજબૂત કબાટની ખાસ જરૂરિયાત હતી. આ વિગત વલસાડના જાણીતા મહિલા તબીબ ડો. શૈલજા મહાસ્કરના ધ્યાને આવતા જ તેમણે તાત્કાલિક દિલદારી દાખવીને વિદ્યાર્થીઓ માટે કબાટની વ્યવસ્થા કરી આપી હતી.ચોમાસામાં અમારા પુસ્તકો પલળી જતાં હતાં, પણ હવે કબાટ મળી જતાં અમારો સામાન સુરક્ષિત રહેશે. કબાટ આવી જતાં વિદ્યાર્થીઓઍ પોતાનો અભ્યાસનો સામાન તેમાં સુરક્ષિત રીતે મૂક્યો હતો અને બાળકોના ચહેરા પર ઍક અનોખી ખુશી અને આનંદની લાગણી જોવા મળી હતી. શ્રાવણ માસમાં ડો. શૈલજા મહાસ્કરની આ સહાનુભૂતિપૂર્વકની મદદ બદલ સ્થાનિકો અને બાળકોઍ તેમનો આભાર માન્યો હતો.
