ઉમરગામથી સિગારેટ ચોરી કરતી આંતરરાજ્ય ગેîગના બે ઝડપાયા
- byDamanganga Times
- 14 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૩ ઃ વલસાડ ઍલસીબી ટીમે બાતમી આધારે ઉમરગામ થી રાત્રીની ઘરફોડ કરી સિગારેટ ચોરી કરતી આંતરરાજય ગેંગના બે રીઢા ગુનેગારને ચોરીનાકુલ ૮.૪૫ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડી વલસાડ જિલ્લામાં ના પાંચ જેટલા ગુનાઓ ઉકેલાયા છે.
ઍલસીબીને બાદમી મળી કે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર માંથી કાર ચોરી કરી વલસાડ જિલ્લામાં રાત્રિ દરમિયાન ઘરફોડ કરી સિગારેટ ચોરી કરતી ગેંગ ફરતી છે જે આધારે ઉમરગામ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીઓ રામપાલ ઉર્ફે રામા હરીરામ પુણેશરામજી ચૌધરી ઉ.વ.૩૩ રહે, હાલ. પુણે મહારાષ્ટ્ર મુળ રહે. પાલી રાજસ્થાન અને મોહમદ રેહાન ઉર્ફે રાજા ઠાકુર ઉર્ફે રાજુ મરાઠે ઉર્ફે સંતોષ ભૈયા ઉર્ફે મુકેશ ચૌધરી આફતાબ શેખ ઉ.વ.૫૧ રહે, ભીવંડી ઇસ્ટ, મુંબઇ મહારાષ્ટ્ર નાઓને પકડી પાડી તેઓના કબજાની કિયા સોનેટ કાર નં.પ્ણ્-૧૨-ષ્ક્ષ્-૭૦૫૩ કિ.રૂ.૫,૦૦,૦૦૦ ની ડીકીમાંથી અલગ અલગ સીગરેટની બ્રાન્ડના પેકેટો નંગ-૮૭૩ કૂલ કિ.રૂ.૨,૦૦,૧૮૦ તથા કારની ડેશબોર્ડના ખાનામાં ઍક થેલીમાંથી રોકડા રૂ.૧,૩૫,૦૦૦ તથા મોબાઇલ મળી કુલ્લે કિ.રૂ.૮,૪૫,૧૮૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
પકડાયેલ આરોપીઓની પુછપરછમાં બે મહીના પહેલા મધ્યપ્રદેશ ઉજજૈનમાં ઍક સીગરેટની ઍજન્સીમાંથી પંદર લાખના સીગરેટની ચોરી કરેલ અને આ ચોરી કરવા પહેલા ઉજજૈન ખાતેથી ઍક હ્શ્સ્ ૫૦૦ કાર તથા મન્દસૌરના દલોદામાંથી હ્શ્સ્ ૩૦૦ કાર ની ચોરી કરી તેનો ઉપયોગ સીગરેટ ચોરી કરેલો, ચારેક મહીના પહેલા મહારાષ્ટ્ર પુને ગ્રામીણ વિસ્તારમાંથી ટાટા અલ્ટ્રોઝ કારની ચોરી, ઍમ.આઇ.ડી.સી. માંથી ઍક કારની નંબર પ્લેટની ચોરી કરેલાની હોવાનું જણાવ્યું હતું. જ્યારે પોલીસે વોન્ટેડ આરોપી મોહમદ રેહાન આફતાબ શેખ ઍ ઉમરગામ પોલીસ મથક, વાપી ટાઉન વાપી જીઆઇડીસી પોલીસ મથક, ના ગુના ઉકેલાયા છે.
