વલસાડના ગૌરવ પંડયાઍ મધદરિયેથી સૂર્યગ્રહણનો નજારો મોકલ્યો
- byDamanganga Times
- 14 August, 2026
સમગ્ર વિશ્વમાં ઉત્તેજના જગાડનાર ખગોળીય ઘટના સંપૂર્ણ સૂર્યગ્રહણ આપણે ત્યાં તો જાવા ન મળ્યું પરંતુ વલસાડના કોîગી અગ્રણી અને ઍઆઈસીસીના સભ્ય ગૌરવભાઈ પંડયા હાલમાં પરિવાર સાથે વિદેશ પ્રવાસે છે તેમણે ઈટાલી અને સ્પેન વચ્ચે ક્રુઝ પર દરિયાઈ મુસાફરી દરમ્યાન આ સૂર્યગ્રહણના અદભૂત નજારાની ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી કરી દમણગંગા ટાઈમ્સના વાચકો માટે ખાસ ઍની ઝલક પાઠવી હતી. જેમાં અસ્તાચળે જઈ રહેલો ગ્રહણગ્રસ્ત સૂર્ય જાણી દરિયામાં કોઈ ચમકદાર હોડી તરી રહી હોય ઍવું દૃશ્ય ખડું કરતો હતો
