વલસાડમાં યુથ કોîગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
- byDamanganga Times
- 14 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૩ ઃ વલસાડ તાલુકાના વશિયર અને નનકવાડા ગામને જોડતા નવનિર્મિત બ્રિજના નિર્માણને લઈ આજરોજ વલસાડ યુદ્ધ કોંગ્રેસના હોદ્દેદારો જિલ્લા કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ પર બેસવાના મામલે વલસાડ સીટી પોલીસ તેઓને પરવાનગી ન આપી હોવા તેમ છતાં બેસવાના મામલે પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે ભારે ઘર્ષણ ના દ્રશ્યો સર્જાયા હતા. જોકે કોંગ્રેસના બેનર ફાડી નાખવાના મામલે મામલો ઉગ્ર બન્યો હતો.
વલસાડ તાલુકાના વશિયર અને નનકવાડાગામને જોડતા નવનિર્મિત બ્રિજના નિર્માણને લઈને શરૂ થયેલો વિવાદ હવે ચરમસીમાઍ પહોંચ્યો છે. કરોડો રૂપિયાના જાહેર ખર્ચે બનેલો આ બ્રિજ આમ જનતાના ઉપયોગ માટે નહીં પરંતુ કોઈ ખાનગી ફાર્મહાઉસને ફાયદો પહોંચાડવા માટે બનાવવામાં આવ્યો હોવાનો ખુલ્લો આક્ષેપ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ મુદ્દે વિરોધ નોંધાવવા કલેક્ટર કચેરી પર આજરોજ બ્રિજ નિર્માણમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સામે યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી બહાર ભૂખ હડતાળ શરૂ કરવામાં આવી હતી. જોકે, તંત્ર તરફથી આ આંદોલન માટે પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાનું જણાવી પોલીસે તાત્કાલિક સ્થળ પર વલસાડ સીટી પોલીસ નો કાફલો પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે યુથ કોંગ્રેસ પ્રમુખ સાદ બોગા અને તાલુકા પ્રમુખ મિત દેસાઈ, જયશ્રીબેન પટેલ, સહિતના મુખ્ય આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસ જ્યારે આંદોલનકારીઓને વાહનમાં બેસાડી રહી હતી ત્યારે કાર્યકરો અને પોલીસ જવાનો વચ્ચે તીવ્ર ખેંચતાણ અને ઘર્ષણ જોવા મળ્યું હતુ. પોલીસની આ કાર્યવાહીથી આક્રોશ બનેલા કોંગ્રેસના કાર્યકરોઍ કલેક્ટર કચેરી પરિસરમાં જ ભાજપ સરકાર અને સ્થાનિક તંત્ર સામે જોરદાર બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. યુથ કોંગ્રેસનો સ્પષ્ટ આક્ષેપ છે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા ખરચીને બ્રિજ તૈયાર કરાયો છે. પોલીસે યુથ કોંગ્રેસ ઍ લગાવેલા બેનર ફાડી નાખવાના મુદ્દે વલસાડ જિલ્લા કોંગ્રેસનાં અગ્રણીઓમાં ધર્મેશ ઉર્ફે ભોલાભાઈ પટેલ, ગીરીશભાઈ દેસાઈ, સંજયભાઈ ચૌહાણ તથા અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ ઍ પોલીસ સાથે મારે ગરબા ગરમી જોવા મળી હતી. આ બ્રિજનો લાભ સામાન્ય ગ્રામજનોને મળવાને બદલે માત્ર અમુક વગદારોના ખાનગી ફાર્મહાઉસ સુધી પહોંચવા માટે જ આપવામાં આવ્યો છે. ઘર્ષણ અને અટકાયતની કાર્યવાહી વચ્ચે પણ યુથ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
