Damanganga Times.

Damanganga Times.

August 14, 2026

ઉમરગામમાં તિરંગાયાત્રા યોજાઈ

ઉમરગામમાં તિરંગાયાત્રા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૩ ઃ  સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ઉમરગામ શહેર ભાજપ દ્વારા પ્રમુખ મયંકભાઈ પ્રેસવાલાના નેતૃત્વમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમણભાઈ પાટકરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રામાં ઉમરગામના નગરજનો, ભાજપના આગેવાનો-કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા હતા. ઉમરગામ ક્લોક ટાવર ખાતેથી પ્રારંભ થયેલી તિરંગા યાત્રા જૂના ઉમરગામ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત ક્લોક ટાવર ખાતે આવી પહોંચી હતી. સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના નારા અને તિરંગાની આન-બાન-શાનથી ઉમરગામનું વાતાવરણ રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું હતું.
યાત્રામાં ઉમરગામ શહેર ભાજપ પ્રભારી પરેશ દેસાઈ, મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર અતુલ ચંદ્ર સિન્હા, નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવ, કારોબારી અધ્યક્ષ ગૌરવ કોન્ટ્રાક્ટર, ભાજપના કોર્પોરેટરો, આગેવાનો, કાર્યકરો, નગરજનો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતાં. ૨૦૪૭ સુધી વિકસિત ભારતના સંકલ્પમાં યુવાનોની ભૂમિકા મહત્વપૂર્ણૅં રમણભાઈ પાટકર તિરંગા યાત્રા દરમિયાન ધારાસભ્ય રમણભાઈ પાટકરે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ દેશના નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને, ખાસ કરીને યુવાનો દેશના વિકાસમાં સક્રિય સહભાગી બને અને વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થાય તે હેતુથી તાલુકા તથા શહેરી કક્ષાઍ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્નાં છે.
તેમણે આઝાદીની લડત દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીઍ જનજાગૃતિ માટે કરેલા પ્રયાસો અને આંદોલનોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, આજે પણ દેશની જનતામાં રાષ્ટ્રભાવના અને જનજાગૃતિ વધારવા વડા-ધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્ના છે. તિરંગા યાત્રા પણ આ જ અભિયાનનો ઍક મહત્વપૂર્ણ ભાગ છે.