ડાંગમાં ગેરકાયદેસર બાંધકામો સામે રણશિંગુ
- byDamanganga Times
- 13 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૧૨ ઃ ડાંગ જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં થઈ રહેલા ગેરકાયદેસર અને બિનઅધિકૃત બાંધકામો સામે સ્થાનિક તંત્રની ઢીલી નીતિથી નારાજ થઈને ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિનાં આઈ.ટી.સેલનાં પ્રમુખ મનીષભાઈ મારકણાઍ આજે કચેરી સામે અનિડ્ઢિત મુદતના ભૂખ હડતાળ (ઉપવાસ આંદોલન)નો પ્રારંભ કર્યો છે. તેઓઍ કલેક્ટરને આ મુદ્દે અગાઉ ૮ દિવસની આખરી મુદત આપવામાં આવી હતી, છતાં સંતોષકારક આકરા પગલા ન ભરાતા આખરે નાછૂટકે અરજદારે આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. ઘટના અંગે વિગત આપતા કૉંગ્રેસનાં આંદોલનકારી નેતા મનીષ મારકણાઍ જણાવ્યું હતું કે, તેમણે ડાંગ જિલ્લામાં ચાલી રહેલા બિનઅધિકૃત અને નિયમવિરુદ્ધના બાંધકામો અંગે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં તથા લેખિત સ્વરૂપે લેખિત ફરિયાદો નોંધાવી હતી. જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં ૬૩ જેટલાં બિનઅધિકૃત બાંધકામો હોવાનું સામે આવ્યુ હતુ. જોકે, તંત્ર દ્વારા માત્ર નોટિસો આપીને કે પંચાયત ધારાની કલમ ૧૦૪ મુજબ દંડકીય કાર્યવાહી કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે, જે તેમને બિલકુલ મંજૂર નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, આવા બિનઅધિકૃત બાંધકામોમાં હોટેલો અને કોમર્શિયલ ઍકમો પણ ધમધમી રહ્ના છે. જો ભવિષ્યમાં અહીં કોઈ મોટી દુર્ઘટના ઘટે, તો તેની જવાબદારી કોની રહેશે? જ્યાં સુધી આ તમામ બિનઅધિકૃત બાંધકામોનો યોગ્ય નિકાલ ન આવે, તેને કાયદેસર રીતે મંજૂરી ન મળે અથવા તો તત્કાલિક ધોરણે બંધ કરાવવામાં ન આવે અને ૬૩ બિનઅધિકૃત બાંધકામોની યાદી જાહેર કરવામાં ન આવે, ત્યાં સુધી તેઓ દિવસ-રાત કચેરી સામે બેસીને ભૂખ હડતાળ ચાલુ રાખશે.બીજી તરફ, આ મામલે ડાંગ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઍચ. બી. પટેલે તંત્રનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત બિનઅધિકૃત બાંધકામ અંગે અરજી મળેલ હતી.
ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ ગ્રામ્ય વિસ્તારમાં નવું બાંધકામ કરવા માટે સંબંધિત ગ્રામ પંચાયતની મંજૂરી લેવાની હોય છે અને તેની સામે કાર્યવાહી કરવાની -ાથમિક ફરજ પણ ગ્રામ પંચાયતની જ બને છે.
તો બીજી તરફ ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ચૌધરીઍ આ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છે કે ડાંગ જિલ્લાના પ્રજાજનો, આપને ખબર છે કે અન્ય જિલ્લાઓમાં જમીનને લગતા કાયદા ડાંગ જિલ્લા કરતા અલગ છે, તેવામાં આ મનીષભાઈ મારકણા દ્વારા ડાંગ જિલ્લાના લોકોને નુકસાન કરવાનું તેમજ આવા -‘ો લઈ ને હેરાનગતિ કરવાનું બંધ કરવું જરૂરી છે. મહેનતથી બનેલ આશીયાનાને નુકસાન થાય તેવુ થવુ ના જોઈઍ. આવા લોકોને સાથ સહકાર આપવાની કોઈ રાજકીય પક્ષો કે વ્યક્તિઍ આગળ આવવાની જરૂર નથી.
