બીલીમોરા બેલંમ્પર પરિવાર પૂરગ્રસ્ત ૧૨૭ વિદ્યાર્થીઓના વ્હારે આવ્યો
- byDamanganga Times
- 13 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૧૨ ઃ તાજેતરમાં બીલીમોરામાં આવેલ ભયાનક પૂરને કારણે અનેક વિસ્તારો જળમગ્ન બનતા પ્રભાવિત થયેલા પરિવારોની મદદ અર્થે નિલેષબાપુની પ્રેરણાથી બેલંમ્પર પરિવાર-બીલીમોરા આગળ આવ્યું છે, જેમના દ્વારા શાહ લાલચંદ મોતીચંદ મુખ્ય કુમાર શાળાના ૧૨૭ પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓને ધાબળા તથા ટુવાલનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આયોજનમાં બેલંમ્પર પરિવારના પ્રમુખ શૈલેષભાઈ ગાંધી, ઉપપ્રમુખ મગનભાઈ ટંડેલ, ધીરજલાલ તથા ઠાકોરભાઈ સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્ના હતાં. કાર્યક્રમના અંતે સીઆરસી સચિન પટેલ, દિનેશ પટેલ અને શિક્ષિકા યોગીતા ટંડેલ દ્વારા બેલંમ્પર પરિવારના પ્રમુખને આભાર પત્ર અર્પણ કરીને આ સરાહનીય સેવા કાર્ય બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
