Damanganga Times.

Damanganga Times.

August 13, 2026

ડાંગમાં પરંપરા અને સંસ્કૃતિના સંગમ સાથે ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવાયો

ડાંગમાં પરંપરા અને સંસ્કૃતિના સંગમ સાથે ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
 સાપુતારા, તા. ૧૨ ઃ  સંયુક્ત રાષ્ટ્ર સંઘ (શ્ફ) દ્વારા ઘોષિત ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની આ વર્ષે ડાંગ જિલ્લાના શામગહાન ખાતે ઍક અનોખા અંદાજમાં અને સંસ્કૃતિને સાચા અર્થમાં જીવંત રાખવાના નિષ્ઠાવાન પ્રયાસો સાથે ઉજવણી કરવામાં આવી હતી. મોંઘી બેન્ડ પાર્ટીઓ કે વિદેશી કલ્ચર તરફ વળવાને બદલે અસલ આદિવાસી વિરાસતને જાળવી રાખવા માટે શામગહાનથી બારીપાડા સુધી ઍક અદ્ભુત સાંસ્કૃતિક રેલીનું આયોજન કરાયું હતું. પરંપરાગત વેશભૂષામાં સજ્જ વિશાળ જનમેદની અને સમાજના આગેવાનો સાથે નીકળેલી આ રેલીમાં કાહળ્યા, પાવરી, માદળ, ઢોલ, થાળી અને ખંજરી જેવા પરંપરાગત વાજિંત્રોના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતાં. સાથે જ હોડી નાચ અને ડાંગી નાચની રમઝટ તેમજ ખેતી પદ્ધતિ સાથે સંકળાયેલા ઓજારોનું ટ્રેક્ટર સાથેનું પ્રદર્શન આ રેલીમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું. રેલી બાદ બારીપાડા નજીક આવેલા ચિરાપાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં વિવિધ વક્તાઓઍ જળ, જંગલ, જમીન અને આદિવાસી સંસ્કૃતિનું મહત્વ સમજાવી નવી પેઢીને પોતાની માતૃભાષા, લોકગીતો, લોકનૃત્ય, પરંપરાગત વસ્ત્રો, વાનગીઓ અને પ્રકૃતિ સાથેના ગાઢ સંબંધને જાળવી રાખવા માટે ખાસ અપીલ કરી હતી.આ કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સ્થાનિક ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વક્તા નીતિન રાઉત અને પ્રકાશ ચૌધરીઍ આ વર્ષની વૈશ્વિક થીમ સંદર્ભે વાત કરતા જણાવ્યું હતું કે, જ્યારે હોસ્પિટલોની શોધ નહોતી થઈ ત્યારે બાળકને સુરક્ષિત જન્મ આપવામાં આદિવાસી દાયણો (સુયેરિન) ની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે; જેને ધ્યાને રાખીને આ પ્રસંગે આવી દાયણ બહેનોનું પણ વિશેષ બહુમાન કરાયું હતું.આ સમગ્ર પ્રેરણાદાયી કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન સહ્નાદ્રી ડેવલપમેન્ટ અને ચેરીટેબલ ટ્રસ્ટ, સમસ્ત ૪ધ્ (કુંકણા - કુનબી) સમાજ- ડાંગ, સ્ટેપ ઓફ ઈન્સપિરેશન (લ્બ્ત્) યુથ ગ્રુપ તેમજ સમસ્ત આદિવાસી સમાજ - ડાંગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યુ હતું.