Damanganga Times.

Damanganga Times.

August 13, 2026

વલસાડની જમનાબા વિદ્યાલયમાં નારી વંદન ઉત્સવ કાર્યક્રમ યોજાયો

વલસાડની જમનાબા વિદ્યાલયમાં નારી વંદન ઉત્સવ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ વલસાડની જમનાબા સાર્વજનિક કન્યા વિદ્યાલય ખાતે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન અને ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન દ્વારા નારી વંદના ઉત્સવ–૨૦૨૬ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસ નિમિત્તે વિદ્યાર્થીનીઓ માટે આરોગ્ય, સુરક્ષા અને હેલ્પલાઈન સેવાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન અને ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન અંગે વિદ્યાર્થીનીઓને મહિલા અને બાળ સુરક્ષા તેમજ હેલ્પલાઈન સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. મહિલાઓ અને બાળકો મુશ્કેલીમાં હોય ત્યારે હેલ્પલાઈનનો સંપર્ક કેવી રીતે કરવો અને કઈ પરિસ્થિતિમાં મદદ મેળવી શકાય તે અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓને મહિલા અને બાળ આરોગ્ય, વ્યક્તિગત સ્વચ્છતા, પોષણ, સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા, સ્વચ્છતા જાળવવા અને પોષણયુક્ત આહાર અપનાવવા માટે -ોત્સાહિત કરવામાં આવ્યા હતા. નારી વંદન ઉત્સવ–૨૦૨૬નો મુખ્ય હેતુ મહિલાઓ અને બાળકોના અધિકારો, આરોગ્ય, સુરક્ષા, સશક્તિકરણ અને કલ્યાણ અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો છે. આ કાર્યક્રમમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની વલસાડ ટીમ તથા ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમ ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને મહિલા અને બાળ આરોગ્ય, સુરક્ષા તથા હેલ્પલાઈન સેવાઓ અંગે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.