ધરમપુર પુસ્તકાલયમાં ‘યુવા સંવાદ’ કાર્યક્રમ યોજાશે
- byDamanganga Times
- 13 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૨ ઃ ગુજરાત રાજ્યની યુવા પેઢીમાં વાંચનની ટેવ વિકસે અને વધુમાં વધુ યુવાનો ગ્રંથાલયનો ઉપયોગ કરતા થાય તે હેતુસર ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય ખાતા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્નાં છે. જે અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત સરકારી તાલુકા પુસ્તકાલય, ધરમપુર, જિલ્લા વલસાડ ખાતે તા.૧૩ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવારના રોજ સવારે ૧૧ૅં૩૦ કલાકે યુવા સંવાદ યોજાશે.કાર્યક્રમમાં ધરમપુર તાલુકાના યુવાનો અને યુવતીઓ સાથે સંવાદ કરી તેમને માર્ગદર્શન આપવા માટે ડો. ભાવેશ વાળા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન યુવાનો સાથે વિવિધ વિષયો અંગે સંવાદ તેમજ તેમના શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવશે.
યુવા પેઢીમાં વાંચન સંસ્કૃતિ વિકસાવવા તથા ગ્રંથાલયોને જ્ઞાન અને માર્ગદર્શનના કેન્દ્ર તરીકે વધુ ઉપયોગી બનાવવાના હેતુથી યોજાનારા આ કાર્યક્રમમાં ધરમપુર તાલુકાના તમામ યુવાનો-યુવતીઓ તથા લાઈબ્રેરીના વાચકોને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
