Damanganga Times.

Damanganga Times.

August 13, 2026

સંજાણમાં ૩ કિ.મી.ની ભવ્ય તિરંગા યાત્રા નીકળી

સંજાણમાં ૩ કિ.મી.ની ભવ્ય તિરંગા યાત્રા નીકળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે ધારાસભ્ય રમણલાલ પાટકરની આગેવાનીમાં ૩ કિ.મી.ની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, કાર્યકરો અને સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા. હાથમાં તિરંગા સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગમાં રંગાયો હતો.
તિરંગા યાત્રા દરમિયાન યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશ પ્રત્યેની જવાબદારી વધારવા સાથે નશામુક્ત યુવા, જાગૃત સમાજ અને દેશના વિકાસમાં સક્રિય ભાગીદારીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.