Damanganga Times.

Damanganga Times.

August 13, 2026

દમણમાં ‘દેશના રક્ષકોના નામ ઍક રાખડી’ અભિયાન યોજાયું

દમણમાં ‘દેશના રક્ષકોના નામ ઍક રાખડી’ અભિયાન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા ૧૨ ઃ રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે નાઇટિંગેલ ફાઉન્ડેશન, દમણ દ્વારા દેશની સરહદો પર તૈનાત જવાનો પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરવા માટે ‘દેશના રક્ષકોના નામ ઍક રાખડી’ વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિયાનમાં મોટી સંખ્યામાં નાગરિકો અને સામાજિક કાર્યકરોઍ ભાગ લઈ દેશના વીર જવાનોને રાખડીઓ સમર્પિત કરી હતી. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય અતિથિ બ્રહ્માકુમારીની વરિષ્ઠ રાજયોગિની કાંતા દીદીજી રહ્ના હતાં. વિશેષ અતિથિ તરીકે શૌર્ય રક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ, વાપીની સ્થાપક અશ્વિની રાણે, માનદેશી ફાઉન્ડેશનના સંયોજક જ્યોતિ કલપાંડે, લેખાકાર મંજુ પાટીલ તથા શિવમ મિત્ર મંડળના અધ્યક્ષ જ્યોતિબહેન પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતાં. નાઇટિંગેલ ફાઉન્ડેશન, દમણના સ્થાપક અધ્યક્ષા પ્રતિભાતાઈ સ્માર્ટઍ જણાવ્યું હતું કે, નાઇટિંગેલ ફાઉન્ડેશન હંમેશા સમાજ સેવા અને દેશ સેવાના કાર્યોમાં અગ્રેસર રહ્નાં છે. રક્ષાબંધનના માધ્યમથી આજે અમે સંદેશ આપ્યો છે કે આપણો દરેક રાખડીનો દોરો દેશના જવાનો સાથે જોડાયેલો છે. આપની ઍક રાખડી તેમની હિંમત બનશે.ઙ્ખ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સામાજિક કાર્યકરો, મહિલાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્ના હતાં. ઉપસ્થિત સૌઍ દેશની સરહદોનું રક્ષણ કરી રહેલા જવાનોની લાંબી આયુષ્ય અને દેશની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી. નાઇટિંગેલ ફાઉન્ડેશન દ્વારા ઍકત્ર કરવામાં આવેલી રાખડીઓ શૌર્ય રક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ, વાપીના માધ્યમથી દેશની સરહદો પર તૈનાત સૈનિકો સુધી પહોંચાડવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નાઇટિંગેલ ફાઉન્ડેશનના સંયુક્ત ખજાનચી અનિતા કબાડી, સંયોજક અર્ચના પખાલે, સહ-સંયોજક ઉજ્જવલા સેન્ડે, મીડિયા પ્રભારી શીતલ ધવડે, મંજુદેવી વર્મા, કાર્યકારી સભ્ય વૈશાલી અદયાલ, વૈશાલી ભાવસાર, સુનીતા પાટોલે, યોગિતા જૈન, પલ્લવી પાટીલ, અર્ચના શર્મા, મનીષા પાટીલ, તૃ પરાતે, લીના પાટીલ, અંજલી માલોદે, ઉજ્જવલા મોરે, શ્રુતિ સ્માર્ટ, કંચન ચૌધરી સહિતના સભ્યોઍ સક્રિય સહયોગ આપ્યો હતો.નાઇટિંગેલ ફાઉન્ડેશન, દમણે અભિયાનને સફળ બનાવવા બદલ તમામ સહયોગીઓ તથા ઉપસ્થિત નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.