ડુંગરી હાઇવે પર ટામેટા ભરેલો ટેમ્પો પલટ્યો
- byDamanganga Times
- 13 August, 2026
ચીખલી,તા.૧૨ ઃ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ ડુંગરી નજીક સોનવાડા ગામની હદમાં બેંગ્લોર થી ટામેટા ભરીને સુરત જઈ રહેલ ઍક ટેમ્પો નંબર કેઍ ૦૬ આઈબી ૩૪૨૨ અચાનક પલટી મારી જતા ટેમ્પામાં ભરેલા ટામેટા રસ્તા ઉપર વેર વિખેર થઈ જતા આ ઘટનાની જાણ સ્થાનિક રહીશો તેમજ રાહદારીઓ અને વાહન ચાલકોને થતા જે બેગો અને થેલામાં ટામેટા ભરી ભરીને લોકો લઈ ગયા હતા તો બીજી તરફ મુંબઈથી અમદાવાદ વચ્ચેનો ટ્રાફિક પણ જામ થઈ જવા પામ્યો હતો અંદાજિત રૂપિયા પાંચ લાખના ટામેટા વેર વિખેર થતા ટેમ્પામાં સવાર ટામેટા લઈ જનાર માલિક પણ મુક પ્રેક્ષક બનીને જોઈ રહ્ના હતો.
