દમણમાં ઉપાધિ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રતિભા સન્માન સમારોહ
- byDamanganga Times
- 13 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ દમણ મા ઉપાધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોગ અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે ઍક ઍવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓનું સન્માન અને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. ઉપાધિ ચેરીટેબલ ટ્રસ્ટદ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે અને અન્ય ઘણા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે. દમણ મા અનેક વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ ડી.કે. પાંડેઍ તેમના સંબોધનમાં વિદ્યાર્થીઓ સખત મહેનત અને સમર્પણ દ્વારા કઈ સફળતા મેળવી શકે છે તે વિશે વાત કરી અને દરેકનો આભાર માન્યો.
